અઝાન સાંભળીને દુરૂદ શરીફ પઢવુ

عن جابر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من قال حين يسمع النداء اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمدا الوسيلة والفضيلة وابعثه مقاما محمودا الذي وعدته حلت له شفاعتي يوم القيامة (إنك لا تخلف الميعاد) (صحيح البخاري، الرقم: ٦۱٤، وأما زيادة إنك لا تخلف الميعاد فقد ذكرها البيهقي في السنن الكبرى،الرقم: ۱۹۳۳، وقال عنها السخاوي في المقاصد الحسنة صـ ۳٤۳: وهو عند البيهقي في سننه فزاد في آخره مما ثبت عند الكشميهني في البخاري نفسه إنك لا تخلف الميعاد)

હજરત જાબિર (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જે વ્યક્તિ અઝાન સાંભળીને નીચે આપેલી દુઆ પઢશે, તે કયામતનાં દિવસે મારી શફાઅતનો હકદાર થશેઃ

اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمدا الوسيلة والفضيلة وابعثه مقاما محمودا الذي وعدته(إِنَّكَ لَاتُخْلِفُ الْمِيْعَاد)

“હે અલ્લાહ ! આ સંપૂર્ણ દુઆ અને કાઈમ થવા વાળી નમાઝનાં રબ ! મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને વસીલો(જન્નતમાં એક બુલંદ મર્તબો), ફઝીલત(વિશેષ રહમતો) અને મકામે મહમૂદ(કયામતનાં દિવસે શફાઅતે કુબરા નો મકામ) અર્પણ ફરમાવજો, જેનો તમે એમને વાદો કર્યો છે. બેશક તમે વચનનો ભંગ(વાદા ખિલાફી) નથી કરતા.”

જુમ્આનાં દિવસે એક હઝાર વખત દુરૂદ શરીફ પઢવાની ફઝીલત

હઝરત અબુ અબ્દુર્રહમાન અલમુકરી (રહ.) ફરમાવે છે કે ખલ્લાદ બિન કષીર (રહ.) મરવાનાં કરીબ હતા. તેમનાં તકિયાનાં નીચે એક કાગળનો ટુકડો મળ્યો, જેનાં પર લખ્યુ હતુ કે

هٰذِهِ بَرَاءَةٌ مِنَ النَّارِ لِخَلَّادِ بْنِ كَثِيْرٍ

આ ખલ્લાદ બિન કષીરનાં માટે જહન્નમની આગથી આઝાની પરવાનો છે

લોકોએ ખલ્લાદ બિન કષીરની બીવીને તેનું કારણ પુછ્યુ. તો તેવણે જવાબ આપ્યો કે તેમનો મામૂલ (નિયમ) હતો કે દરેક જુમ્આનાં નીચે આપેલુ દુરૂદને એક હઝાર વખત પઢતા હતાઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ

હે અલ્લાહ ! દુરૂદ મોકલો અમારા આકા મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર જેવણ નબીએ ઉમ્મી છે. (તબકાતુલ મુહદ્દિષીન)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...