નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૦

બીવિયોનાં વચ્ચે ન્યાય તથા ઈન્સાફ

અગર કોઈ માણસની એકથી વધારે બીવિયો હોય તો તેનાં માટે જરૂરી છે કે તે તેની બઘી બીવીયોં નાં દરમિયાન ન્યાય તથા ઈન્સાફ કરે.

નબીયે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે જે માણસની બે બીવિયો હોય અને તે તેમાંથી એકની તરફ માઈલ થઈ જાય (ખેંચાય) (એટલે એકને બીજી પર પ્રાથમિકતા આપે અને રાતની વારીયોની વહેંચણી અને બીજા મામલાતમાં તેમનાં દરમિયાન ન્યાય તથા ઈન્સાફ ન કરે), તો કયામતનાં દિવસે તે એવા હાલમાં આવશે કે તેનાં શરીરનું એક જાનિબ (પેહલુ) વાંકુ હશે (એટલે શરીરનો એક ભાગ લકવો મારી ગયો હશે). [૧]

એક હદીષ શરીફનો મફહૂમ છે કે તે શૌહરે બે બીવિયોમાંથી એક બીજા બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા કર્યા અને બીજી બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા ન કર્યા, બલકે તેનાં પર જુલમ કર્યો, તો તેની પાદાશમાં તેને કયામતનાં દિવસે આ સજા આપવામાં આવશે.

શૌહરને જોઈએ કે નીચે આપેલી બાબતોમાં પોતાની બીવીયોનાં દરમિયાન ન્યાય તથા ઈન્સાફ કરેઃ

(૧) માલ અને ખાવા પીવાની વસ્તુઓમાં,

(૨) કપડાવો (ઓઢવા પેહરાવવા)માં,

(૩) મકાનમાં (એક રીતના આવાસની વ્યવસ્થા કરવામાં),

(૪) રાતની વારીયોની વહેંચણીમાં, [૨]

(૫) સ્નેહ તથા દીલદારીમાં. [૩]

 


[૧] سنن أبي داود، الرقم: ۲۱۳۳، المستدرك على الصحيحين للحاكم بتغيير يسير، الرقم: ۲۷۵۹، وقال: صحيح على شرط الشيخين، ووافقه الذهبي

[૨] وجملة الكلام فيه أن الرجل لا يخلو إما أن يكون له أكثر من امرأة واحدة وإما إن كانت له امرأة واحدة فإن كان له أكثر من امرأة فعليه العدل بينهن في حقوقهن من القسم والنفقة والكسوة وهو التسوية بينهن في ذلك حتى لو كانت تحته امرأتان حرتان أو أمتان يجب عليه أن يعدل بينهما في المأكول والمشروب والملبوس والسكنى والبيتوتة (بدائع الصنائع ۲/ ۳۳۲)

[૩] (فعليه أن يعدل بينهما في القسم) في البيتوتة والملبوس والمأكول والصحبة (بكرين كانت أو ثيبتين أو) كانت (إحداهما بكرا والأخرى ثيبا) (اللباب ۳/ ۳٠)

(يجب) وظاهر الآية أنه فرض نهر (أن يعدل) أي أن لا يجوز (فيه) أي في القسم بالتسوية في البيتوتة (وفي الملبوس والمأكول) والصحبة (في المجامعة) كالمحبة بل يستحب.

قال العلامة ابن عابدين – رحمه الله -:(قوله: والصحبة) كان المناسب ذكره عقب قوله في البيتوتة لأن الصحبة أي المعاشرة والمؤانسة ثمرة البيتوتة ففي الخانية ومما يجب على الأزواج للنساء العدل والتسوية بينهن فيما يملكه والبيتوتة عندهما للصحبة والمؤانسة لا فيما لا يملكه وهو الحب والجماع (الدر المختار ۳/۲٠۱)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...