عن عبد الرحمن بن عوف رضي الله عنه قال: خرج رسول الله صلى الله عليه وسلم فاتبعته حتى دخل نخلا فسجد فأطال السجود حتى خفت أو خشيت أن يكون الله قد توفاه أو قبضه قال: فجئت أنظر فرفع رأسه فقال: ما لك يا عبد الرحمن قال: فذكرت ذلك له فقال: إن جبريل عليه السلام قال لي: ألا أبشرك إن الله عز وجل يقول لك: من صلى عليك صليت عليه ومن سلم عليك سلمت عليه (مسند أحمد، الرقم: 1662 ، وقال البيهقي في الخلافيات 3/143 (عن طريق لهذه الرواية بنحو هذه الألفاظ): قال أبو عبد الله – رحمه الله -: هذا حديث صحيح)
હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રદિ અલ્લાહુ અન્હુ ફરમાવે છે કે (એક વખત) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ (ઘરેથી) નિકળ્યા તો હું આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની પાછળ ચાલવા લાગ્યો. ત્યાં સુધી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એક ખજૂર નાં બાગમાં દાખલ થયા અને સજદામાં ચાલી ગયા. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ધણો લાંબો સજદો કર્યો ત્યાં સુધી કે મારા દિલ માં ડર પૈદા થયો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની રૂહ નીકળી પરવાઝ કરી ગઈ. તેથી હું (આપ ની હાલત) જોવા માટે નજદીક આવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પોતાનું માથુ મુબારક ઉઠાવ્યુ અને પૂછ્યું: અબ્દુર્રહમાન ! શું વાત છે?” મેં પોતાનો ડર અને શક બયાન કર્યો તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાયા: “બેશક હઝરત જીબ્રઈલ અલયહિસ્સલ્લામ મારી પાસે તશરીફ લાવ્યા હતા અને ફરમાવ્યું કે શું હું આપ ને એ ખુશખબરી ન આપું કે અલ્લાહ તઆલા આપથી ફરમાવી રહ્યા છે કે જે તમારા પર દુરૂદ મોકલે છે, હું એમના ઉપર દુરૂદ (રહમત) મોકલુ છું અને જે તમારા ઉપર સલામ માકલે છે, હું એમના પર સલામ મોકલુ છું.
નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં નામ મુબારકની સાથે દુરૂદ લખવાની પાબંદી
અબુલ હસન મૈમુની (રહ.) કહે છે કે હું મારા ઉસ્તાદ અબુ અલી (રહ.) ને સપનાં માં જોયા એમની આંગળીઓ પર કંઈક વસ્તુ સોના અથવા ઝાફરાન નાં રંગ થી લખ્યુ હતુ.
મેં એમને પુછ્યુ આ શું છે? એવણે કહયુ કે હું હદીષ શરીફ નાં ઉપર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ લખ્યા કરતો હતો. (અલ કવલુલ બદીઅ, ફઝાઈલે દુરૂદ, પેજ નઃ ૧૪૬)
يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=5553