રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું વધારે ખુશીનું કારણ

عن أبي طلحة الأنصاري رضي الله عنه قال: أصبح رسول الله صلى الله عليه وسلم يوما طيب النفس يرى في وجهه البشر قالوا: يا رسول الله ‏أصبحت اليوم طيب النفس يرى في وجهك البشر قال: أجل أتاني آت من ربي عز وجل فقال: من صلى عليك من أمتك صلاة كتب الله له عشر ‏حسنات ومحا عنه عشر سيئات ورفع له عشر درجات ورد عليه مثلها (سنن النسائى، الرقم: 1283)‏

હઝરત અબૂ તલહા અંસારી(રદિ.) થી રિવયાત છે કે એક સવારના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અમારી સામે એવી હાલતમાં આવ્યા કે આપ ઘણાં ખુશ હતા અને મુબારક ચેહરા પર ખુશી અણસાર દેખાઈ રહ્યા હતા. સહાબએ કિરામ(રદિ.) વિનંતી કરી, એ અલ્લાહ તઆલાનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આજે તમે ઘણા ખુશ(પ્રસંન્ન) છો. તમારા મુબારક ચેહરા પર ખુશી નાં અણસાર દેખાઈ રહ્યા છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યો, “હાં(મેં ઘણો ખુશ(પ્રસંન્ન) છું, એટલા માટે કે) મારી પાસે મારા અલ્લાહ તઆલાનો એક દૂત(સંદેશો આપનાર) આવ્યો હતો. તેણે મને કહ્યુ કે તમારી ઉમ્મતમાંથી જે કોઈ પણ તમારા ઉપર એક દુરૂદ મોકલશે, અલ્લાહ તઆલા તેના માટે દસ નેકિયો લખશે, તેનાં દસ ગુનાહોને ભૂંસી નાંખશે, જન્નત માં તેનાં દસ દરજાત બુલંદ કરશે અને તેના દુરૂદનો એવીજ રીતે જવાબ આપે છે(તેના દુરૂદ નાં બદલા માં અલ્લાહ તઆલા તેના પર રહમત નાઝિલ ફરમાવે છે).

દુરૂદ ની સાથે સલામ પણ મોકલો

ઈબ્રાહીમ નસફી (રહ.) કહે છે મેં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સપનાંમાં ઝિયારત કરી તો મેં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને કંઈક મારાથી નાખુશ મહસૂસ કર્યા તો મેં જલ્દીથી હાથ લંબાવી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના મુબારક હાથને ચુંબન કર્યું, યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હું તો હદિષે પાક નો નોકર છું, સુન્નતવાળાઓમાંથી છું, મુસાફીર છું, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મુસ્કુરાવીને ફરમાવ્યુ કે જ્યારે તમે મારા પર દુરૂદ મોકલો છઓ તો સલામ કેમ નથી મોકલતા. ત્યાર પછી થી મારો હંમેશાનો અમલ થઈ ગયો કે હું “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” લખવા લાગ્યો. (ફઝાઈલે દુરૂદ, પેજ નં- ૧૬૩)

 Source: http://ihyaauddeen.co.za/?p=5585

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...