દીની ઈલ્મ હાસિલ કરવાનો મકસદ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“ઈલ્મનો સૌથી પેહલો અને મહત્તવપૂર્ણ તકાઝો આ છે કે માણસ પોતાની જિંદગીનો હિસાબ કરે, પોતાની જવાબદારીઓ અને પોતાની ઊણપોને સમજે અને દરેક ફરજની અદાયગીની ફિકર કરવા લાગે, પરંતુ જો માણસ તેનાં બદલે પોતાના ઈલ્મથી બીજાઓનાં આમાલનો હિસાબ કરવા લાગે અને તેમની ખામીઓ શોધવાનું કામ લે તો પછી આ મોટાઈ અને ઘમંડ છે, જે ઈલ્મ ધરાવનાર માટે અત્યંત વિનાશક છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૧૬)


 

Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …