રોઝાની હાલતમાં પછના લગાવવુ(હિજામો કરાવવુ)

સવાલ– શું રોઝામાં પછના લગાવવાથી(હિજામો કરાવવાથી) રોઝો ટૂટી જાય છે?

જવાબ- પછનાં લગાવવાથી (હિજામો કરાવવાથી) રોઝો નથી ટૂટતો, પણ અગર કોઈને તજુરબાથી ખબર હોય કે રોઝાની હાલતમાં પછના લગાવવાથી તે કમજોર થઈ જાય છે, તો એવા માણસનાં માટે રોજાની હાલતમાં પછના લગાવવુ મકરૂહ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(أو اكتحل أو احتجم … وسيأتي أن كلا من الكحل والدهن غير مكروه وكذا الحجامة إلا إذا كانت تضعفه عن الصوم (رد المحتار على در المختار ج۲ ص۳۹۵ و۳۹٦)
(أو احتجم) لم يفسد وتكره الحجامة للصائم إذا كانت تضعفه أما إذا كان لايخافه فلا بئس به (حاشية الطحطاوي على مراقي الفلاح ص٦٦٠)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/8

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?