દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال: لقيني كعب بن عجرة رضي الله عنه فقال: ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم؟ فقلت: بلى فأهدها لي فقال: سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا: يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم؟ قال: قولوا: اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد (صحيح البخاري، الرقم: 3370)

હઝરત અબ્દુર્રહમાન(રહ.) કહે છે કે મારી મુલાકાત હઝરત કઅબ(રદિ.) થી થઇ, તેઓ ફરમાવા લાગ્યા કે હું તમને એક એવો હદિયો આપું જે મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સાંભળ્યુ છે, મેં અરજ કરી જરૂર મર્રહમત ફરમાવો(અર્પણ કરો). એવણે ફરમાવ્યુ કે હમોએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કરી, યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આપ પર દુરૂદ કયા શબ્દોથી પઢવામાં આવે. કારણકે આ તો અલ્લાહ તઆલાએ હમોને બતલાવી દીઘુ કે આપ પર સલામ કેવી રીતે મોકલે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે આવી રીતે દુરૂદ પઢ્યા કરો,

“اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد”

હે અલ્લાહ! દુરૂદ મોકલો મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર અને એમની આલ પર જેવી રીતે કે તમે દુરૂદ મોકલ્યુ હઝરત ઈબ્રાહિમ (અલ.) પર અને એમની આલ(ઔલાદ) પર, હે અલ્લાહ! બેશક તમે તારીફનાં કાબિલ ખૂબિયોંવાળા અને બુઝુર્રગ છો, હે અલ્લાહ! બરકત નાઝિલ ફરમાવ મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર અને એમની આલ(અવલાદ) પર જેવી રીતે કે બરકત નાઝિલ ફરમાવી તમે હઝરત ઈબ્રાહિમ (અલ.) પર અને એમની આલ(અવલાદ) પર, બેશક તમે તારીફનાં કાબિલ ખૂબિયોંવાળા અને બઝુર્રગ છો.

અય્યૂબ સખ્તિયાની (રહ.) મદીના તય્યિબામાં

અય્યૂબ સખ્તિયાની (રહ.) નું સલામ પહોંચાડવાનો તરીકો

અબ્દુલ્લાહ બિન મુબારક (રહ.) ફરમાવે છે કેઃ

“મેં ઈમામ અબુ હનીફા (રહ.) થી સાંભળ્યુ કે જ્યારે અય્યૂબ સખ્તિયાની (રહ.) મદીના તય્યિબા હાજર થયા, તો હું પણ મદીના મુનવ્વરહમાં હાજર હતો. મેં દિલમાં વિચાર્યુ કે હું ધ્યાનથી જોવું કે આ કેવી રીતે કબર શરીફ પર હાજર થાય છે. મેં જઈને જોયુ કે તે હાજર થયા અને કિબ્લાની તરફ પીઠ અને હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તરફ મોઢું કરીને ઊભા થયા અને ખૂબ રડતા રહ્યા.” (ફઝાઈલે હજ્જ, પેજ નં-૧૩૮)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4504

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...