કર્ઝદારનાં ઉપર ઝકાત

સવાલ-  શું જકાત એવા માણસ પર ફર્ઝ છે જે સાહિબે નિસાબ છે પણ એના શિરે કર્ઝ પણ છે?

જવાબ- આ સિલસિલામાં શરિઅતનો હુકમ આ છે કે જે માલ પર જકાત ફર્ઝ છે તે બઘાનો હિસાબ લગાવવામાં આવે ત્યાર પછી તે દરેક માલમાંથી કર્ઝની મિકદારને કાઢી લેવામાં આવે કર્ઝની મિકદારને કાઢી લેવા પછી જો બાકી બચેલો માલ જે તેની મિલકીયત માં છે જકાતના નિસાબના બરાબર હોય, અથવા એનાંથી વઘારે હોય તો બાકી બચેલા માલ પર જકાત ફર્ઝ થશે પણ જો બચેલો માલ જે તેની મિલકીયત માં છે જકાત નાં નિસાબથી ઓછો હોય અથવા બઘો માલ બાકી ન રહે તો જકાત ફર્ઝ નહીં થશે.

ઊદાહરણ તરીકેઃ

(૧) જો કોઈની પાસે ચાળીસ (૪૦) હજાર રૂપિયા છે અને ઝકાત નો નિસાબ પાંત્રીસ (૩૫) હજાર રૂપિયા છે. અને કર્ઝની મિકદાર છત્રીસ (૩૬) હજાર રૂપિયા છે. તો કર્ઝ ની મીકદાર કાઢવા પછી બાકી માલ ચાર (૪) હજાર રૂપિયા બચે છે, તેથી તેના ઉપર જકાત ફર્ઝ નહીં થશે. કારણકે બચેલો માલ જે તેની મિલકીયત માં છે જકાત નાં નિસાબ થી ઓછો છે.

(૨) જો કોઇની પાસે પચાસ (૫૦) હજાર રૂપિયા છે અને જકાત નો નિસાબ પાંત્રીસ (૩૫) હજાર રૂપિયા છે અને કર્ઝ ની મિકદાર દસ (૧૦) હજાર રૂપિયા છે, તો કર્ઝ ની મીકદાર કાઢવા પછી બાકી માલ ચાળીસ (૪૦) હજાર રૂપિયાનો બચે છે, તેથી તેના ઉપર જકાત ફર્ઝ થશે, કારણકે બચેલો માલ જે તેની મિલકીયત માં છે જકાત નાં નિસાબથી વધારે છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

فارغ عن دين له مطالب من جهة العباد (الدر المختار ۲/۲٦٠)

ومنها أن لا يكون عليه دين مطالب به من جهة العباد عندنا فإن كان فإنه يمنع وجوب الزكاة بقدره حالا كان أو مؤجلا (بدائع الصنائع ۲/٦)

ومن كان عليه دين يحيط بماله فلا زكاة عليه وإن كان ماله أكثر من الدين زكى الفاضل إذا بلغ نصابا (مختصر القدوري صـ ۵۱)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/28

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?