આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું

સવાલ- આશુરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિષે જે હદિષ છે, એના વિષે એ પુછવુ હતુ કે શું આશુરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?

જવાબ- જો કોઈ વ્યક્તિ ખાવાનું વગેરે આશૂરાનાં દિવસથી પેહલા ખરીદી લે અને આશૂરાનાં દિવસે ઘરવાળાઓને ખવડાવે, તો એને પણ હદીષ માં બતાવેલ ષવાબ મળશે અને ફઝીલત મળશે.

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: من وسع على عياله وأهله يوم عاشوراء وسع الله عليه سائر سنته (شعب الایمان، الرقم: ۳۵۱۵)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ, “જે માણસ આશૂરાનાં દિવસે પોતાના ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરશે, અલ્લાહ ત’આલા તેને આખા વરસ રોઝીમાં ખૂબ બરકત અતા ફરમાવશે.”

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/12264

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?