દુઆની સુન્નતો અને આદાબ – ૧

દુઆ અલ્લાહ સુબ્હાનહુ વ તાઆલાની અસંખ્ય નએમતો અને ખજાનાઓ હાસિલ કરવા નું માધ્યમ છે. મુબારક હદીસોમાં દુઆની ઘણી ફજીલતો આવેલી છે. હજરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈર્શાદ છે કે દુઆ ઇબાદતનું મગજ છે.

બીજી હદીસ શરીફમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે અલ્લાહ તા’આલા આ બંદા થી ખુશ થાય છે, જે દુઆ કરે છે અને અલ્લાહ તાઆલાથી પોતાની જરૂરતો માંગે છે અને અલ્લાહ તા’આલા તે બંદા થી નારાજ થાય છે, જે દુઆ નથી કરતો અને અલ્લાહ થી પોતાની જરૂરતો ને નથી માંગતો.

દુનિયામા સામાન્ય રીતે એવું થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર લોકોથી માંગે છે અને તેમના સામે હાથ ફેલાવે છે, તો તેઓ નારાજ થઈ જાય છે અને માંગવા વાળા ને હકારત અને અપમાન ની નજર થી જુએ છે; પરંતુ આપણા ખાલિક અને માલિક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને પોતાના બંદાઓ થી એટલી બધી મોહબ્બત છે કે તે પોતાના બંદાઓ ને દુઆ કરવાનો હુક્મ આપી રહ્યા છે અને જ્યારે તેઓ અલ્લાહ ત’આલા થી માંગે છે, તો તે ખુશ થાય છે.

તેથી દરેક મુસલમાન માટે ધણું જરૂરી છે કે તેઓ દુઆને રોજ નો મામૂલ (રોજીંદી દિનચર્યા) બનાવી લે અને તમામ કામોની આસાની, ખૈર-ઓ-આફિયત અને મુસીબતોથી નજાત માટે અલ્લાહ ત’આલાથી ફઝલ-ઓ-કરમની ભીખ માંગે.

Check Also

દુઆની સુન્નત અને અદબ – ૭

(૧૭) જામે’ દુઆ કરવું વધુ સારું છે. હઝરત આયશા રઝ઼િયલ્લાહુ અન્હા ફરમાવે છે કે હઝરત …