હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની મહાન ફઝીલત

હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું:

لو كان نبي بعدي لكان عمر بن الخطاب

જો મારા પછી કોઈ નબી હોતે, તો તે ઉમર ઈબ્નુલ્-ખત્તાબ હોતે (પરંતુ હું ખાતમુલ્-અંબિયા છું; તેથી મારા પછી કોઈ નબી નહીં આવે).

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ની નમ્રતા

હઝરત મિસ્વર બિન મખ્રમા રદિ અલ્લાહુ અન્હુ બયાન કરે છે કે જ્યારે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુને ભાલા મારવા માં આવ્યો ત્યાર પછી તેઓ ગમગીન રહેવા લાગ્યા અને ઉમ્મતને લઈ ને ખૂબ જ ફિકર મંદ થઈ ગયા.

તેમની હાલત જોઈને હઝરત અબ્દુલ્લા બિન અબ્બાસ રદિઅલ્લાહુ અન્હુમાએ તેમને દિલાસો આપતા ફરમાવ્યું:

ઓ અમીરુલ મુમીનીન! તમારે ગમગીન થવાની જરૂરત નથી; કારણ કે તમે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સોહબત માં રહ્યા છો, અને તમે તેમની સોહબત નો હક અદા કરી દીધો, પછી નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આ દુનિયામાંથી એવી હાલતમાં રુખસત ફરમાવી ગયા કે તેઓ તમારાથી ખુશ હતા.

તે પછી તમે હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુની સોહબત માં રહ્યા અને તમે આ સંબંધને ખૂબ જ ઈજ્જત અને સન્માન સાથે નિભાવ્યો, પછી હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુએ આ દુનિયામાંથી એવી હાલતમાં રુખસત થયા કે તેઓ તમારાથી રાજી અને ખુશ હતા.

હઝરત અબુબકર રદિ અલ્લાહુ અન્હુના વફાત પછી તમે મુસલમાનો નાં વચ્ચે (અમીરુલ મુમીનીન તરીકે) રહ્યા અને તમે મુસ્લિમ ઉમ્મતે મુસ્લિમા નાં હક્કોની અદા કરવા માં રાઈ નાં દાણા બરાબર પણ કોતાહી નથી કરી; તેથી જો તમે આ ફાની દુનિયા છોડીને ચાલ્યા જાઓ અને તમે મુસ્લિમોથી અલગ થઈ જાઓ, તો તમે ચોક્કસપણે તેમનાથી એવી હાલતમાં અલગ થશો કે તેઓ તમારાથી રાજી અને ખુશ છે.

હઝરત અબ્દુલ્લા બિન અબ્બાસ રદિ અલ્લાહુ અન્હુમાની વાત સાંભળ્યા પછી, હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો:

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સોહબત (સંગાથ) અને મારા થી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નું રાજી હોવું તે જે કંઈ પણ તમે બયાન કર્યું, તો (તેમાં મારો કોઈ કમાલ નથી; બલ્કે) આ ફક્ત અલ્લાહ ત’આલા નો મારા એહસાન અને ફઝલ-ઓ-કરમ છે.

જ્યાં સુધી હઝરત અબુબકર રદિ અલ્લાહુ અન્હુ સાથેની મારી મિત્રતા અને સોબત અને મારા થી તેમની રઝામંદી ની વાત છે, તો આ પણ મારા પર અલ્લાહ તઆલાનો મોટો એહસાન અને અમર્યાદિત ફઝલ-ઓ-કરમ છે.

રહી આ વાત કે તમે મને ખૂબ જ દુઃખી અને ફિકર મંદ જોઈ રહ્યા છો, તો તેનું કારણ એ છે કે હું તમને અને આખી ઉમ્મતને લઈ ને ફિકર મંદ છું (કે મારા આ દુનિયા છોડીને ચાલ્યા જવા પછી તમારો શું હાલ થશે)

અલ્લાહની કસમ! જો મારી પાસે પુરી દુનિયાના બરાબર સોનું હોય, તો હું તેને અલ્લાહ ત’આલાના અજાબ થી પોતાને બચાવવા માટે તેને ફિદયા માં આપી દેત, તે પહેલાં કે હું અલ્લાહ તઆલાની સામે ઊભો થાવું અને તેમની મુલાકાત કરું.

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુનો ડર જુઓ! તેઓને આ દુનિયામાં જ નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ તરફથી જન્નતની ખુશખબરી આપી દેવામાં આવી હતી, તેમ છતાં મોતના સમયે તેઓ અલ્લાહ તઆલાથી કેટલા ડરી રહ્યા છે.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …