કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૨

તિલાવતનાં ફઝાઈલ

દુનિયામાં નૂર અને આખિરતમાં ખઝાનો

હઝરત અબુ ઝર (રદિ.) બયાન કરે છે કે મેં એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુ કે હે અલ્લાહનાં રસૂલ ! મને કોઈ નસીહત ફરમાવો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ તકવાને મજબૂતીથી પકડો, કારણકે આ બઘા નેક આમાલની જડ છે (એટલે સૌથી ઊંચો અમલ છે). મેં અરજ કર્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! મને હજી વધારે નસીહત ફરમાવો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ કુર્આને મજીદની તિલાવતને મજબૂતીથી થામીને રહો, કારણકે આ તમારા માટે દુનિયામાં નૂર અને આખિરતમાં તારા માટે ખઝાનો છે.

દીલની સ્વચ્છતા અને શુદ્ધિકરણનો એક ઝરીયો

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ દિલોંને પણ કાટ લાગી જાય છે, જેવી રીતે લોખંડને પાણી લાગવાથી કાટ લાગી જાય છે. સહાબએ કિરામ (રદિ.) થી પૂછ્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! તેની સફાઈની શું સૂરત છે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ મોતને વધારે પ્રમાણમાં યાદ કરો અને કુર્આને મજીદની તિલાવત કરો. [૧]

ષવાબની સુરક્ષા કરવા વાળો ફરિશ્તો

હઝરત અલી (રદિ.) બયાન કરે છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે કોઈ બંદો મિસ્વાક કરીને નમાઝનાં માટે ઊભો થાય છે, તો એક ફરિશ્તો તેનાં પછાળી ઊભો થઈ જાય છે અને તેની તિલાવતને (એટલે કુર્આને મજીદની તિલાવતને) ઘ્યાનથી સાંભળે છે પછી તે ફરિશ્તો તેનાં નજીક આવે છે. અહિંયા સુઘી કે તે પોતાનું મોઢું તેનાં મોઢા પર મુકી દે છે. કુર્આને મજીદનો જે પણ ભાગ તે તિલાવત કરે છે, તે ફરિશ્તાનાં પેટમાં સુરક્ષિત થઈ જાય છે (અને ત્યાર બાદ અલ્લાહ તઆલાને ત્યાં સુરક્ષિત થઈ જાય છે) એટલા માટે કુર્આને મજીદની તિલાવત કરવાથી પેહલા પોતાનું મોઢુ જરૂર સાફ કર્યા કરો. [૨]

અલ્લાહ તઆલાનું કુર્આને મજીદની તિલાવત કરવા વાળાને ખુશીથી સાંભળવુ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે અલ્લાહ તઆલા કોઈ વસ્તુને (એટલી ખુશીથી) નથી સાંભળતા, જેટલી (ખુશીથી) તેવણ એક નબી ને સાંભળે છે જે મધુર અવાજથી કુર્આને મજીદની જહરી (ઊંચા અવાજથી) તિલાવત કરે છે. [૩]

કુર્આને મજીદનાં ખતમનાં સમયે દુઆની કબૂલિયત

હઝરત ઈરબાઝ બિન સારિયહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ (સહી તરીકાથી) ફરઝ નમાઝ પઢે (પછી તે દુઆ કરે), તો તેની દુઆ જરૂર કબૂલ કરવામાં આવશે અને જે માણસ કુર્આને મજીદ ખતમ કરે (પછી તે દુઆ કરે), તો તેની દુઆ જરૂર કબૂલ કરવામાં આવશે.

કુર્આને મજીદનાં ખતમ કરવા વાળા માટે ફરિશ્તાઓનું દુઆએ મગફિરત

હઝરત સઅદ બિન અબી વક્કાસ (રદિ.) ફરમાવે છે કે જ્યારે કોઈ માણસ સાંજનાં સમયે કુર્આને મજીદ ખતમ કરે છે, તો ફરિશ્તાવો તેનાં માટે સવાર સુઘી દુઆએ મગફિરત કરે છે અને જ્યારે તે સવારનાં કુર્આને મજીદ ખતમ કરે છે, તો ફરિશ્તાવો તેનાં માટે સાંજ સુઘી દુઆએ મગફિરત કરે છે.

અલ્લાહ તઆલાને ત્યાં સૌથી મહબૂબ અમલ – કુર્આને કરીમની તિલાવત

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) બયાન કરે છે કે એક વખતે એક માણસે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સવાલ કર્યો કે હે અલ્લાહનાં રસૂલ ! કયો અમલ અલ્લાહ તઆલાને સૌથી વધારે પસંદ છે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ હાલ અને મુરતહિલ (નો અમલ – હાલ અને મુરતહિલ તે મુસાફિરને કહે છે, જે સફરમાં રોકાવા બાદ ફરીથી સફર શરૂ કરે છે). તે માણસે પૂછ્યુ કે (હે અલ્લાહનાં રસૂલ) હાલ અને મુરતહિલથી મુરાદ શું છે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ (હાલ અને મુરતહિલથી મુરાદ) તે સાહિબે કુર્આન છે જે શરૂ કુર્આનથી પઢે, અહિંયા સુઘી કે તે કુર્આનનાં અંત સુઘી પહોંચે અને અંત બાદ ફરીથી તે અવ્વલથી પઢે (એટલે તે આખુ કુર્આન પઢે છે અને જ્યારે ખતમ કરે છે તો તે ફરીથી શરૂ કરે છે).


[૧] شعب الإيمان للبيهقي، الرقم: ۱۸۵۹، وإسناده ضعيف كما في المغني عن حمل الأسفار في الأسفار صــ ۳۲۳

[૨] مسند البزار، الرقم: ۵۵٠، وقال العلامة الهيثمي رحمه الله في مجمع الزوائد، الرقم: ۲۵٦٤: رواه البزار ورجاله ثقات وروى ابن ماجه بعضه إلا أنه موقوف وهذا مرفوع

[૩] صحيح البخاري، الرقم: ۷۵٤٤

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...