અલ્લાહ તઆલાની તરફથી સહાબએ કિરામ (રદિ.) નાં ‎માટે પોતાની હંમેશાની સંમતિનું એલાન

અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ઈરશાદ ફરમાવ્યુઃ

અલ્લાહ તઆલા તેઓથી (સહાબએ કિરામ (રદિ.) થી) રાઝી છે અને તેઓ (સહાબએ કિરામ (રદિ.)) એમનાંથી (અલ્લાહ તઆલાથી) રાઝી છે. (સુરએ તૌબા, ૧૦૦)

હઝરત ઉષમાન (રદિ.) ની મુહબ્બત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે 

સુલહે હુદૈબિયહનાં સમય પર જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને સહાબએ કિરામ (રદિ.) મક્કા મુકર્રમહમાં દાખિલ થવાથી રોકવામાં આવ્યા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉષમાન (રદિ.) ને મક્કા મુકર્રમહ મોકલ્યા, જેથી કે તેવણ કુરૈશની સાથે વાતાઘાટ કરે.

જ્યારે હઝરત ઉષમાન (રદિ.) મક્કા મુકર્રમહ જવા માટે રવાના થયા, તો અમુક સહાબએ કિરામ (રદિ.) કહેવા લાગ્યા કે હઝરત ઉષમાન (રદિ.) ને અમારાથી પેહલા બયતુલ્લાહનાં તવાફનો મોકો મળી ગયો. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને જ્યારે આ ખબર મળી, તો આપે ફરમાવ્યુ કે “મને નથી લાગતુ કે તેવણ મારા વગર બયતુલ્લાહનો તવાફ કરશે”.

જ્યારે હઝરત ઉષમાન (રદિ.) મક્કા મુકર્રમહ) માં દાખલ થયા, તો અબાન બિન સઈદે તેવણને પોતાની પાસે રાખ્યા અને તેવણને કહ્યુ “તમે જ્યા ચાહો, આઝાદીથી ફરો. કોઈ તમને હાથ નહી લગાડી શકે.”

હઝરત ઉષમાન (રદિ.) થોડા દિવસો મક્કા મુકર્રમહમાં પસાર કર્યા અને મક્કા મુકર્રમહનાં સરદારોને મળ્યા અબુ સુફિયાન વગૈરહ થી વાત-ચીત કરી. જ્યારે આપ આવવા માટે તૈયાર થતા હતા, તો કુરૈશે પોતેજ આ રજુઆત કરી કે જ્યારે તમે મક્કા મુકર્રમહ માં આવ્યા છો, તો જવાથી પેહલા ખાનએ કઅબહનો તવાફ કરી લ્યો. હઝરત ઉષમાન (રદિ.) જવાબ આપ્યો કે “હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં વગર કદાપી તવાફ નહીં કરીશ.”

કુરૈશને આ જવાબ ઘણો ખરાબ લાગ્યો અને તેવણે હઝરત ઉષમાન (રદિ.) ને મક્કા મુકર્રમહમાં પોતાની પાસે રોકી લીઘા. ત્યાં મુસલમાનોને કોઈએ ખબર આપી દીઘી કે હઝરત ઉષમાન (રદિ.) ને શહીદ કરી દેવામાં આવ્યા.

જેવુ જ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ સાંભળ્યુ, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તરતજ બઘા સહાબએ કિરામ (રદિ.) થી આ વાત પર બયઅત લીઘી કે જ્યાં સુઘી જાનમાં જાન છે કુરૈશની સાથે લડાઈ કરીશું અને ભાગિશું નહી.

જ્યારે કુરૈશને આ ખબર પડી, તો તેમનાં ઉપર ખૌફ તારી થઈ ગયો અને તેવણે તરતજ હઝરત ઉષમાન (રદિ.) ને છોડી દીઘા. (કનઝુલ ઉમ્માલ, રકમ નં-૩૦૧૫૨, મુસનદે અહમદ, રકમ નં- ૧૮૯૧૦)

આ વાકિયાથી આપણને ખબર પડે છે કે હઝરત ઉસ્માન (રદિ.) રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી કેટલો ઊંડો પ્રેમ કરતા હતા કે તેઓ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વગર તવાફ કરવા માટે તૈયાર નહી હતા.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …