સવાલ- શું દમ નાં મરીઝો માટે રોઝાનાં દરમિયાન ઈન્હેલરનો ઉપયોગ જાઈઝ છે?(ધ્યાન રહે કે ઈન્હેલરમાં પ્રવાહી (liquid) દવા હોય છે).
અગર ઈન્હેલરથી રોઝો ટૂટી જાય છે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બંન્ને લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
જવાબ- એટલા માટે કે ઈન્હેલરમાં પ્રવાહી દવા હોય છે અને તે હલકમાં જાય છે, તેથી તેનાં ઉપયોગથી રોઝો ટૂટી જશે અને ફક્ત કઝા વાજીબ થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
وما وصل إلى الجوف أو إلى الدماغ من المخارق الأصلية كالأنف والأذن والدبر بأن استعط أو احتقن أو أقطر في أذنه فوصل إلى الجوف أو إلى الدماغ فسد صومه (بدائع الصنائع ج۲ ص ۹۳)
المريض إذا خاف على نفسه التلف أو ذهاب عضو يفطر بالإجماع وإن خاف زيادة العلة وامتداده فكذلك وعليه القضاء إذا أفطر كذا في المحيط (الفتاوى الهندية ج۱ ص۲٠۷)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી
Source: http://muftionline.co.za/node/11