સવાલ- રમઝાન મહીનાનાં આખરી અશરા (છેલ્લા દસ દિવસ) માં ઔરત માટે ઘરમાં એતેકાફ કરવાનો તરીકો શું છે?
જવાબ- ઔરત ને જોઈએ કે પોતાનાં ઘરમાં એક જગ્યા એતેકાફ માટે મુકર્રર (ફિક્સ) કરી લે, પછી તે એતેકાફ ની પૂરી મુદત (સમયગાળો) તેજ જગ્યામાં એતેકાફ કરે. તે જગ્યાથી તે માત્ર વુઝૂ, ફર્ઝ ગુસલ અને બશરી જરૂરતોનાં માટે નિકળી સકે છે. વુઝૂ, ફર્ઝ ગુસલ અને બશરી જરૂરતો (કઝાએ હાજત અને ખાવા પીવાના માટે) નાં વગર તે બીજા કોઈ કામ માટે તે જગ્યાથી ન નિકળે અગર તે બીજા કોઈ કામ માટે નિકળી જાય તો તેમનો સુન્નત એતેકાફ ટૂટી જશે.
નોંઘ :- અગર તેણીનુ ખાવાનુ તેની પાસે લાવવા માટે કંઈક વ્યવસ્થા થઈ જાય, તો તેણી જાતેપોતે ખાવાનુ લેવા માટે એઅતેકાફની જગ્યાએથી ન નિકળે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
( وحرم عليه ) أي على المعتكف اعتكافا واجبا أما النفل فله الخروج لأنه منه له لا مبطل كما مر ( الخروج إلا لحاجة الإنسان ) طبيعية كبول وغائط وغسل لو احتلم ولا يمكنه الاغتسال في المسجد (الدر المختار مع رد المحتار ۲/٤٤٤-٤٤۵, الفتاوى الهندية ۱/۲۱۲)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી