હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એકવાર હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ માટે આ દુઆ કરી:

اللّٰهُمَّ أَدِرِ الْحَقَّ مَعَهُ حَيْثُ دَارَ (جامع الترمذي، الرقم: ٣٧١٤)

હે અલ્લાહ! હક ને તેમની સાથે ફેરવી દો જે તરફ તે વળે.

હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ની બહાદુરી

ગઝ્વ-એ ઉહુદમાં, હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ ખૂબ હિંમત અને અજોડ શુજાઅત સાથે દુશ્મનો સામે લડ્યા. છેવટે, તેમણે પોતે કુરૈશના ચાર સરદારો ને કતલ કર્યાં, જેમાં તલ્હા બિન અબુ તલ્હા પણ હતો.

ગઝ્વ પછી, તેમણે તેમની લોહીથી લથપથ તલવાર તેમની પ્રિય જીવનસંગિની હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાને સોંપી; જેથી તેઓ લોહી ધોવે અને તલવાર ને સાફ કરી નાંખે.

આ અવસરે તેમણે નીચેના અશ’આર પઢયા:

أفاطم هاك السيف غير ذميم     فلست برعديد ولا بلئيم

لعمري لقد أبليت في نصر أحمد     ومرضاة رب بالعباد عليم

ઓ ફાતિમા! આ તલવાર લઈ લો, જ્યારે કે તેનો ચલાવનાર દરેક જાતના ઈલઝામ થી પાક-સાફ છે; કારણ કે (જંગ માં) ન હું ડરપોક હતો અને ન તો હું દુષ્ટ વ્યક્તિ હતો (એટલે ​​કે હું સાચી રીતે અને સંપૂર્ણ બહાદુરી સાથે લડ્યો હતો).

મારી જીંદગી ની કસમ! મેં અહમદ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ) ની મદદ કરવા માં મારી બધી તાકત લગાવી દીધી અને મારા રબ ની ખુશી હાસિલ કરવા ની પૂરી કોશિશ કરી, (તે રબ) જે તેના બંદાઓ વિશે સંપૂર્ણ જાણકારી રાખે છે.

આ સાંભળીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે તરત જ તેની તસ્દીક (પુષ્ટિ) કરી અને તેમને ફરમાવ્યું:

એ અલી! બેશક, તમે ખૂબ જંગ કરી અને ‘આસિમ બિન ષાબિત, સહલ બિન હનીફ, હારિષ બિન સમા અને અબુ દુજાનાએ પણ ખૂબ જંગ કરી છે.

(مجمع الزوائد، الرقم: ١٠١١٦، المستدرك على الصحيحين للحاكم، الرقم: ٤٣١٠)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …