દીની સંસ્થાઓનું અપમાન કરવાથી બચો

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાએ એકવાર કહ્યું:

મારા વ્હાલાઓ! એક ખૂબ જ જરૂરી અને અહમ વાત કહેવા માંગતો હતો; પણ હમણાં સુધી કહી ન શક્યો.

તમે ઉલામા-એ-કિરામ છો, મુદર્રિસ છો, ઘણા લોકો મદરેસાઓના નાઝીમ પણ હશે, આ મદરેસા તમારી બરકત થી ચાલી રહ્યા છે, અલ્લાહ ત’આલા કબૂલ કરે અને તમારા પઢવા પઢાવવા ને પણ કબૂલ કરે.

મારા વ્હાલાઓ! હું તમને એક વાતની વસિયત કરું છું નસીહત કરું છું કે, તમે તમારા મદરેસાઓ ચલાવવામાં એવી શૈલી ન અપનાવો, જેનાથી અન્ય કોઈ મદરેસાનું અપમાન અને તૌહીન થાય.

માશા અલ્લાહ, હિંદુ-ઓ-પાકમાં ઘણાં મદરેસા ચાલી રહ્યા છે, દરેકે આ બાબત નો ખ્યાલ રાખવો જોઈએ.

આ બીજાને નીચો દેખાડવું એ ખતરનાક જાનલેવા બિમારી છે, જે વાસ્તવમાં તકબ્બુર અને ઘમંડનું પરિણામ છે. તમારી અંદર તવાઝુ’ (નમ્રતા) લાવો, તમારા બડોંને (વડીલોને) જુઓ.

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …