(૧૭) જનાઝાના વિવિધ મસાઈલ

કબર પર ફૂલો ચઢાવવાનો હુકમ

સવાલ: શરિયતમાં ફૂલ ચઢાવવું કેવું છે?

જવાબ: કબર પર ફૂલ ચઢાવવું એક એવો અમલ છે, જેનો શરિયતમાં કોઈ સબુત નથી; તેથી તેનાથી બચવું જરૂરી છે.

મય્યત નાં જીસ્મ થી અલગ થઈ ગયેલા આ’ઝા (શરીર નાં અંગ હાથ, પગ, માથું વગેરે) નું દફન કરવું

સવાલ: તે આ’ઝા (શરીર નાં અંગો)  ને દફન કરવાનો શું તરીકો છે જે મય્યત નાં જીસ્મ થી અલગ થઈ ગયા હોય?

દાખલા તરીકે એક વ્યક્તિ નો કોઈ અકસ્માત માં ઈન્તિકાલ થઈ ગયો અને તેના જીસ્મ નાં કેટલાક ભાગો અલગ થઈ ગયા, તો તેને ક્યાં દફન કરવું જોઈએ?

જવાબ: જીસ્મ નાં તે આ’ઝા ને જે અલગ થઈ ગયેલા છે કોઈ કપડામાં લપેટવામાં આવે અને મય્યત ની સાથે દફન કરી દેવામાં આવે.

મય્યતની વસિયત કોઈ ખાસ જગ્યાએ દફનાવવા ની 

સવાલ: જો કોઈ વ્યક્તિએ ચોક્કસ કબ્રસ્તાનમાં દફનાવવાની વસીયત કરી, તો શું મય્યત ના ઘરવાળા ઓ પર આ વસીયત નું પૂરું કરવું જરૂરી છે?

કેટલીકવાર મય્યતના ઘરના સભ્યો માટે આવી વસીયત નું પૂરું કરવું મુશ્કેલ હોય છે, તો શું મય્યતના ઘરના સભ્યો વસીયત પૂરી ન કરવાનાં કારણે ગુનેગાર થશે?

જવાબ: શરીયતમાં કોઈ ચોક્કસ જગ્યાએ અથવા કોઈ ચોક્કસ કબ્રસ્તાનમાં દફનાવવાની વસીયત પૂરી કરવી ફરજિયાત નથી. પરંતુ લાઝિમ ના હોવા છતાં, જો મય્યતના પરિવારના સભ્યો માટે મય્યતની ઇચ્છા પૂરી કરવી શક્ય હોય, તો તેમનાં માટે તે કરવું બેહતર રહેશે; શર્ત આ છે કે તે જગ્યા જ્યાં મય્યતે દફનાવવાની ઇચ્છા જાહેર કરી છે. તે જગ્યા એ થી દૂર નાં હોય જ્યાં તેનો ઈન્તિકાલ થયો છે.

જો તે જગ્યા જ્યાં તેનો ઈન્તિકાલ થયો છે તે જગ્યાએ થી દૂર છે જ્યાં તેણે દફનાવવાનું વસીયત કરી છે, તો તેને તે જ જગ્યાએ દફનાવવું જોઈએ જ્યાં તેનો ઈન્તિકાલ થયો છે.

આ વસિયતને પૂરી કરવી શરીઅતમાં લાઝિમ નથી, એટલા માટે મય્યતના પરિવારના સભ્યો આ વસિયતને પૂરી ન કરવાનાં કારણે ગુનેગાર નહીં થશે.

મુસલમાન ની લાશને તેના ગૈર-મુસ્લિમ સગા-સંબંધીઓને સોંપવું

સવાલ:- જો મુસલમાન મૈય્યત ના કોઈ મુસલમાન રિશ્તેદાર ન હોય, અને મુસ્લિમો મૈય્યતના ગૈર-મુસ્લિમ સગા-સંબંધીઓ સાથે આ બાબતનું સમાધાન કરે કે તેઓ તેમની પાસેથી તેની લાશ લઈ ને ગુસલ, કફન દઈને જનાઝાની નમાઝ પઢીને તેને પાછા તેમને હવાલે કરી દેશું, તો આવું કરવું જાઈઝ છે કે નહીં?

જવાબ:- જો મૈય્યત મુસ્લિમ હોય તો તેની દફનવિધિ પણ ઈસ્લામિક રીતે થવી જોઈએ. મૈય્યતને દફનાવવા માટે ગૈર-મુસ્લિમોને સોંપવું જાઈઝ નથી. જો મુસ્લિમો કોઈ મુસ્લિમ મૈય્યતને તેના ગૈર-મુસ્લિમ સંબંધીઓને સોંપે, તો તેઓ ગુનેગાર થશે.

પરંતુ જો કાફિર હુકુમત ના કાનૂનના કારણે, મુસ્લિમ મૈય્યત પર મુસ્લિમોનો અંકુશ અને કાબૂ નથી અને તેઓ તેને તેના ગૈર-મુસ્લિમ રિશ્તેદારોને સોંપવા પર મજબૂર છે, તો આ સૂરતમાં ઈન્શાલ્લાહ, અલ્લાહ ને ત્યાં તેમની કોઈ પકડ ન થશે.

 મૈય્યતના બાકી કર્જ અંગેની જાહેરાત

સવાલ:- શું જનાજાની નમાઝ પહેલા કે પછી લોકો સામે એલાન કરવું જાઈઝ છે કે જે લોકો નું કર્જ અને ઉધાર મૈય્યત નાં ઝિમ્મે છે, તેઓએ મૈય્યતના ઘર અને પરિવાર ના સભ્યો પાસેથી તેમનું કર્જ માંગી લે?

જવાબ:- હા, આ એલાન કરવું જાઈઝ છે કે મૈય્યતના વારસદાર મૈય્યતના કર્જો ને તેની તરફ થી અદા કરશે; તો, તેઓ તેમના વારસદારો પાસે તેમના કર્જો ને માંગે.

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …