હઝરત અલી રદી અલ્લાહુ અન્હુનું સર્વોચ્ચ મકામ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે એક વખત હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ને ફરમાવ્યું:

ألا ترضى أن تكون مني بمنزلة هارون، من موسى إلا أنه ليس نبي بعدي (صحيح البخاري، الرقم: ٤٤١٦)

શું તમે આ વાત પર રાજી નથી કે તમે મારા માટે એવા જ છો જે રીતે હારુન (‘અલૈહિસ્સલામ) મુસા (‘અલૈહિસ્સલામ) માટે હતા? પરંતુ મારા પછી કોઈ નબી નહીં આવશે?

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુને મદીના મુનાવરા ના હાકિમ (ગવર્નર) મુકર્રર (નિયુક્ત) કર્યા

તબુકની જંગ ના મૌકા પર, જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ મદીના મુનાવરાહથી રવાના થઈ રહ્યા હતા, ત્યારે તેમણે હઝરત ‘અલી રદિઅલ્લાહુ અન્હુને તેમની ગેરહાજરીમાં મદીના મુનાવરાહની બાબતોની દેખરેખ માટે હાકિમ (ગવર્નર) બનાવ્યા.

તે માટે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમના હુકમથી, હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુ લશ્કર સાથે બહાર ન નીકળ્યા; તેના બદલે, તે મદીના મુનવ્વરા ની અંદર જ રહ્યા.

તે પછી, કેટલાક લોકોએ આ અફવા ફેલાવવાનું શરૂ કર્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુને જંગ માં ભાગ લેવાથી એટલા માટે ઇનકાર કર્યો હતો કે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ તેમનાથી નારાજ હતા.

આ સાંભળીને હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુ તરત જ રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની ખિદમતમાં હાજર થયા અને કહ્યું કે કેટલાક લોકો આવી વાતો કરી રહ્યા છે.

એક રિવાયત માં છે કે હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમને વિનંતી કરી કે: હે અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ! હું નથી ચાહતો કે ‘અરબ મારા વિશે કહે કે તેણે પોતાના પિતરાઈ ભાઈ (એટલે ​​કે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને છોડી દીધા અને લશ્કરથી પાછળ રહી ગયો.

તદ્ઉપરાંત, હઝરત ‘અલી રદિ અલ્લાહુ અન્હુ ને આ વાત નો ઘણો શોખ હતો કે તેઓ ઇસ્લામિક લશ્કરમાં જોડાયને અલ્લાહ તઆલાના રસ્તામાં જેહાદ કરે.

અન્ય એક રિવાયતમાં છે કે હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુએ રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમને વિનંતી કરી: હે અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ! શું તમે મને ઔરતો અને બાળકો સાથે છોડી રહ્યા છો?

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે તેમને દિલાસો આપ્યો અને ફરમાવ્યું: શું તમે આ વાતથી ખુશ નથી કે તમે મારા તરફથી એવા છો જેમ કે હારુન (‘અલૈહિસ્સલામ) મુસા (‘અલૈહિસ્સલામ) માટે હતા; પણ મારા પછી કોઈ નબી આવશે નહિ.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ થી આ વાત એટલા માટે ફરમાવી કારણ કે જ્યારે હઝરત મુસા (‘અલૈહિસ્સલામ) કોહે તૂર ગયા ત્યારે તેમણે પોતાના ભાઈ હઝરત હારૂન ‘અલૈહિસ્સલામને લોકોના નિગરાં (દેખરેખ કરનેવાલા) મુકર્રર (નિયુક્ત) કર્યા હતા. આ પરથી નબી હારૂન ‘ઐલહિસ્સલામ ના બુલંદ મકામ અને તેમના પર હઝરત મુસા ‘ઐલહિસ્સલામ ના ભરોસા કરવાની અને વિશ્વાસ કરવાની નિશાની છે.

એ જ રીતે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુને ખબર આપી કે જ્યારે મૈં તમને મારી ગેરહાજરીમાં મદીના મુનવ્વરાની બાબતોની દેખરેખ માટે હાકિમ (ગવર્નર) મુકર્રર કર્યા,તો આ આ વાતની નિશાની છે કે મને તમારા ઉપર વિશ્વાસ અને ભરોસો છે અને હું તમારા થી રાજી છું.

હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુએ જ્યારે આ સાંભળ્યું, ત્યારે તેમણે તરત જ કહ્યું, “ત્યારે તો હું રાજી છું, ત્યારે તો હું રાજી છું (યાની હું અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના ફેંસલા અને નિર્ણયથી ખુશ છું).

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …