હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુની શાનમાં ગુસ્તાખી ની ગંભીરતા

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું:

من سبّ عليا فقد سبّني (مسند أحمد، الرقم: ٢٦٧٤٨)

જેણે ‘અલી ને બુરુ-ભલુ કહ્યું, તેણે ચોક્કસપણે મને બુરુ-ભલુ ક્હ્યું.

હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ ના દિલમાં આખિરતનો ખૌફ

કુમૈલ બિન ઝિયાદ રદી અલ્લાહુ ‘અન્હુ બયાન કરે છે:

એકવાર હું હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ સાથે હતો, જ્યારે તેઓ કુફા છોડીને જબાન (કુફા શહેરની બહાર નો વિસ્તાર) તરફ ગયા.

જબાન પહોંચીને, હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ કબ્રસ્તાન તરફ વળ્યા અને બુલંદ અવાજે કહ્યું:

ઓ કબર વાળાઓ! એ લોકો, જેમના જીસ્મ સડી ગયા છે! ઓ એકાંતમાં રહેનારાઓ! તમારી શું હાલત છે? અમારી હાલત (અહીં દુનિયામાં) આ છે કે મૈય્યતની મિલકત વહેંચાઈ ગઈ છે, મૈય્યતના બાળકો યતીમ થઈ ગયા છે અને મૈય્યતની બીવી/શૌહરે હવે બીજા નિકાહ કરી લીધા છે! આ અમારી હાલત છે, તમે અમને તમારી હાલત ની કંઈ ખબર આપો?(એટલે ​​કે કબરની અંદર તમારી હાલત કેવી છે)?

પછી હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ મારી તરફ ફર્યા અને ફરમાવ્યું: ઓ કુમૈલ! જો અલ્લાહ ત’આલા એ આ કબર વાળાઓને બોલવાની ઈજાઝત આપી હોત, તો તેઓ આ પ્રમાણે કહતે: બેહતરીન તોશો (આખિરત માટે) પરહેઝગારી છે.
(તોશો = તે ખાવાનું જે મુસાફિર પોતાની સાથે લઈ જાય છે)

હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ પછી રડવા લાગ્યા અને ફરમાવ્યું:

એ કુમૈલ! કબર હકીકતમાં એક સન્દૂક (બોક્સ) છે જેમાં ઈન્સાન નાં આ’માલ (સારા અને ખરાબ) હોય છે. મોતના સમયે જ ઈન્સાન ને ખબર પડશે કે તેણે આગળ કેવા આ’માલ મોકલ્યા છે જે કબરમાં તેના માટે રાહ જોઈ રહ્યા છે (એટલે ​​​​કે, કબરમાં દરેક વ્યક્તિની હાલત – અઝાબ અથવા આરામ – તેના આ’માલ મુતાબિક (અનુસાર) હશે).

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …