અદબ નો દારોમદાર ‘ઉર્ફ પર છે

હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું:

અદબનો દારોમદાર ‘ઉર્ફ પર છે, આ જોવામાં આવશે કે ‘ઉર્ફ માં આ અદબના ખિલાફ (વિપરીત) ગણવામાં આવે છે કે નહીં.

આ સંબંધમાં, મને યાદ આવે છે કે એકવાર મેં એક ખાદીમ ને ઠપકો આપ્યો, જેણે એક જ હાથમાં એક દીની કિતાબ અને મોજા બંને એવી રીતે પકડ્યા હતા કે મોજા પુસ્તક સાથે લાગી રહ્યા હતા.

ફરમાવ્યું કે આજકાલ લોકોની તબિયતમાં અદબ બિલકુલ નથી રહ્યો.

મૌલાના અહમદ ‘અલી સાહેબ સહારનપુરીએ લખ્યું છે કે આ જે કેટલાક તાલિબે ઈલ્મ ડાબા હાથમાં દીની કિતાબ અને જમણા હાથમાં જૂતા-ચંપલ લઈને ચાલે છે તે ખૂબ જ ખરાબ છે; કારણ કે તે અદબની ખિલાફ અને વિરુદ્ધ છે અને દેખીતી રીતે જોતા જૂતા ને પ્રાધાન્ય અને મહત્વ આપવુ છે દીની કિતાબો પર. (ભાગ નં. ૧૦, પેજ નં. ૩૭)

(‘ઉર્ફે = સામાન્ય રીતે પ્રખ્યાત, લોકોમાં જાણીતું)

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …