‘ઇદ્દતની સુન્નતો અને આદાબ – ૧

‘ઇદ્દત

જ્યારે પતિ તેની પત્નીને તલાક (છૂટાછેડા) આપી દે અથવા તેનાં શૌહર નો ઇન્તેકાલ થઈ જાય અથવા બંને ધણી બૈરી નાં નિકાહ ને ફસ્ખ (ખત્મ) કરવામાં આવે (પરંતુ શર્ત આ કે શરિયત અદાલતમાં નિકાહ ને ફસ્ખ કરવા માટેની શરતો નો ખ્યાલ રાખવામાં આવે), તો શરિયત નો હુકમ આ છે કે ‘ઇદત બીવી પર વાજીબ છે.

‘ઇદત માં બેસવા વાળી મહિલા માટે ઘણા મસાઈલ છે. નીચે ઇદત સંબંધિત કેટલાક મસાઈલ બયાન કરવામાં આવી રહ્યા છે:

તલાક પછી ઇદતના અહકામ (નિયમો)

(૧) જ્યારે શૌહર તેની બીવી ને તલાક આપી દે, ત્યારે બીવી માટે ‘ઇદત માં બેસવુ જરૂરી છે.

જો કોઈ સ્ત્રીને હૈઝ (માસિક સ્રાવ) આવતો હોય, તો તેની ઇદત ત્રણ હૈઝ (માસિક સ્રાવ) પસાર થવા પછી પૂર્ણ (પૂરી) થઈ જશે.

(૨) જો ઔરત ને હૈઝ (માસિક) ન આવતું હોય (જેવી રીત ના વધારે વય અને ઉંમર વાળી ઔરત જેને હૈઝ આવવાનું બંધ થઈ ગયું છે), તો છૂટાછેડાના કિસ્સામાં તેની ઇદત ત્રણ કમરી મહિનાની રહેશે.
(કમરી મહિનો = ઇસ્લામિક મહિનો જે ચાંદ અનુસાર હોય છે,ચંદ્ર માસ)

આ હુકમ તે પરિસ્થિતિ અને સંજોગોમાં લાગુ થશે, જ્યારે પતિ તેની પત્નીને કમરી મહિનાની પહેલી તારીખે છૂટાછેડા આપે.

(૩) જો પતિએ તેની પત્નીને કમરી મહિનાની દરમિયાનમાં તલાક આપી હોય (એટલે ​​કે તેણે તેને બીજી તારીખે અથવા બીજી તારીખ પછી તલાક આપી હોય), તો આ કિસ્સામાં તેની ઇદતનો આખો સમયગાળો નેવું (૯૦) દિવસનો રહેશે.

(૪) જો શૌહર તેની બીવી ને જ્યારે તે ગર્ભવતી હોય પ્રૅગ્નન્ટ હોય ત્યારે તેને તલાક આપે, તો તેની ઇદ્દત બાળકના જન્મના સમય સુધી રહેશે. જ્યારે બાળકનો જન્મ થશે, ત્યારે તેની ઇદ્દત પૂરી થઈ જશે, ભલે બાળક ના જન્મ સુધી થોડો સમય પસાર થાય કે વધુ.

(૫) જો શૌહરે તેની બીવી ને મરઝુલ-મૌત માં એક રજ’ઇ તલાક આપી દીધી (જેના પછી શૌહર ને રુજુ કરવાનો હક છે) અને બીવી ની ‘ઇદ્દત પૂરી થાય તે પહેલા શૌહર નો ઇન્તેકાલ થઈ જાય, તો આ સૂરતમાં બીવી ની ઈદ્દતનો સમયગાળો બદલાઈ જશે, એટલે કે પત્નીની ઈદ્દત ત્રણ હૈઝ નહિં રહેશે; તેના બદલે તે ચાર મહિના અને દસ દિવસ થઈ જશે.
(મરઝુલ-મૌત = તે રોગ અને બીમારી જે મૃત્યુનું કારણ બને)

(૬) જો શૌહરે તેની બીવી ને તેના મરઝુલ-મૌત સમયે એક તલાકે બાઈન આપી દીધી (જેના પછી શૌહર ને રુજુ કરવાનો હક નથી) અને બીવી ની ઇદ્દત પૂરી થાય તે પહેલાં શૌહર નો ઇન્તેકાલ થઈ જાય, તો આ સૂરતમાં આ જોવામાં આવશે કે ઇદ્દતે વફાત (ચાર મહિના અને દસ દિવસ) અને ઇદ્દતે તલાક (ત્રણ હેઝ) વચ્ચે કયો સમયગાળો લાંબો છે.

જો ઇદ્દતે વફાતનો સમયગાળો (ચાર મહિના અને દસ દિવસ) ઇદ્દતે તલાક (ત્રણ હૈઝ)‌થી પહેલા પૂરો થઈ જાય, તો બીવી ની ઇદ્દત ત્રણ હૈઝ
પસાર થવાથી પૂરી થઈ જશે.

જો ‘ઇદ્દતે તલાક’ નો સમયગાળો (ત્રણ હૈઝ) ‘ઇદ્દતે વફાત નાં સમયગાળા (ચાર મહિના અને દસ દિવસ) થી પહેલાં પૂરો થઈ જાય, તો બીવી ની ઇદ્દત ચાર મહિના અને દસ દિવસ પસાર થવાથી પૂરી થઈ થશે.

નોટ:- આ હુકમ એવા કિસ્સામાં લાગુ પડે છે જ્યાં શૌહરે તેની બીવી ને તેના મરઝુલ-મૌત માં એક તલાકે બાઈન આપી દીધી અને બીવી એ તલાક ની માંગ કરી ન હોય.

જો બીવી તરફ થી તલાકની માંગણી નાં આધાર પર શૌહરે તેને એક તલાકે બાઈન આપી દીધી, તો આ કિસ્સામાં બીવી ની ઇદ્દતનો સમયગાળો ફક્ત ત્રણ હૈઝ રહેશે; બીવી ની ઇદ્દત દરમિયાન શૌહર નો ઇન્તેકાલ થઈ જાય તો પણ.

(૭) ‘ઇદ્દતના દિવસોમાં બીવી તેના શૌહરના ઘરમાં ‘ઇદ્દત વિતાવશે.

જો શૌહરે તેની બીવીને બાઈન તલાક આપી હોય, તો તેના માટે તેની બીવીની નજીક જવું જાઈઝ રહેશે નહીં; કારણ કે બીવી તેના નિકાહ માંથી નીકળી ગઈ છે. આ સૂરતમાં સારુ આ રહેશે કે શૌહર એ ઘર છોડીને બીજા ઘરમાં રહેવા જતો રહે, અથવા કમ સે કમ તે જ ઘરમાં કોઈક પ્રકારની આડ બનાવી લે જેવી રીતના કે પર્દો નાંખી દે. (જેથી કરીને બંને વચ્ચે મેળ- મેળાપ ન થાય)

(૮) જો શૌહરે તેની બીવીને રજ’ઈ તલાક આપી હોય, તો તેના માટે બીવી પાસે જવુ જાઈઝ છે જો તે તલાક થી રુજૂ’ કરવા માંગે છે યાની જો તે તલાક ને ખતમ કરવા માંગે છે.

જો શૌહર મૌખિક રીતે (જબાન થી) તલાક થી રુજૂ’ કરી લે અથવા બીવીને શહવત (વાસના) સાથે હાથ લગાવે અથવા તેણીને ચૂમે, તો રુજ’અત થઈ જશે (એટલે કે બીવી પાછી નિકાહ માં આવી જશે અને તલાક ખતમ થઈ જશે) અને બીવીની ‘ઇદ્દત ખતમ થઈ જશે.

(૯) તલાક પછી પણ, શૌહર ની જીમ્મેદારી છે કે તે ‘ઇદ્દત પૂરી ન થાય ત્યાં સુધી તેની બીવીને નાન-નફકો આપે .
(નાન-નફકા આપવુ = ઘરનો ખર્ચ આપવુ)

જ્યારે બીવી ની ઈદ્દત પૂરી થઈ જાય, ત્યારે શૌહર પર તેનો નાન-નફકા ની જવાબદારી ખતમ થઈ જશે; પરંતુ તે તેના બાળકોના નાન-નફકા નો જીમ્મેદાર અને જવાબદાર રહેશે.

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...