દીન અને ઈમાન ની હિફાજત કરવાનો તરીકો

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહીમહુલ્લાહ એ એક વખત ઈર્શાદ ફરમાવ્યું:

હાતિમ અસમ ફરમાવે છે કે જ્યાં સુધી કુરાન શરીફનો કંઈક હિસ્સો અને કંઈક હિસ્સો પોતાના સિલસિલા નાં મુર્શીદ-ઓ-બુઝુર્ગ નાં માલફુઝાત-ઓ-હિકાયતનો પઢવા માં ન આવે ત્યાં સુધી ઈમાનની સલામતી નજર નથી આવતી.
(મુર્શીદ=શેખ, જે હિદાયત વાળો સીધો રસ્તો બતાવે)

હઝરત હમદાની રહીમહુલ્લાહ ને લોકોએ પૂછ્યું કે જ્યારે મુર્શિદ નો ઈન્તિકાલ થઈ જાય તો પછી શું કરવામાં આવે? જેથી કરીને ઈમાન સલામત રહે.

ફરમાવ્યું: તેમના કલામ ને પઢવા માં આવે, તેમનાં ઈલ્મ ને સાંભળવા માં આવે અને વિચાર વિમર્શ કરવામાં આવે, એટલા માટે કે તેમની વાતો અને હિકાયતો (કિસ્સા) નાં કારણે તને તેમની સાથે નિસ્બત હાસિલ થશે અને તે નિસ્બત તમારી નજાત નું સબબ બનશે. (હદીસ શરીફમાં છે):

من تشبه بقوم فهو منهم

જેણે બીજી કોમ ની મુશાબહત ઈખ્તિયાર કરી, તે તે લોકો માંથી છે.
(મુશાબહત ઈખ્તિયાર કરવું= કોઈની જેમ કંઈક કરવું, કોઈનું અનુકરણ કરવું)

આપણા દીનના બુઝુર્ગો ની હિકાયતો અને મલફૂઝાત પઢવાનો સાંભળવાનો એક ફાયદો આ પણ છે કે જ્યારે તેમના અફ’આલ (કામો,આમાલ), અકવાલ (બયાન) અને હાલતો ને પોતાની અંદર ન જોશે તો એનાં દિલ થી તકબ્બુર અને ઘમંડ દૂર થઈ જશે અને તેમની પેરવી કરીને તે લોકો જેવા બનવાની કોશિશ કરશે અને બની જશે.

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …