હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ ના બુલંદ અખ્લાક

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમની સાહિબજાદી હઝરત રૂકૈયા રદિ અલ્લાહુ અન્હા ને ફરમાવ્યું:

يا بنية: أحسني إلى أبي عبد الله (عثمان)، فإنه أشبه أصحابي بي خلقا (المعجم الكبير للطبراني، الرقم: ٩٨)

ઓ મારી વહાલી બેટી! તારા શૌહર ઉસ્માનની ખિદમત કરજે; કારણ કે તે મારા સહાબાઓમાં થી મારા થી સૌથી વધારે મુશાબેહ છે આ’લા અખ્લાક-ઓ-કિરદાર માં.

લોકો સાથે નરમીથી અને રહમદિલીથી વર્તવું

હઝરત ‘અતા બિન ફર્રુખ રહીમહુલ્લાહ બયાન કરે છે:

એક મોકા પર હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુએ એક વ્યક્તિ પાસેથી જમીન ખરીદી. જમીન ખરીદ્યા પછી, હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ તે માણસની રાહ જોતા હતા કે તે આવે અને તેના પૈસા લઈ લે પરંતુ તે વ્યક્તિ આવ્યો નહીં.

પછી જ્યારે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ તે માણસ ને મળ્યા ત્યારે તેને પૂછ્યું કે તમે પૈસા લેવા કેમ ન આવ્યા?

તેણે જવાબ આપ્યો:

હું આ લીધે ન આવ્યો કે મને એવું લાગ્યું કે તમે મને જમીનની વાજબી કિંમત નથી આપી; કારણ કે જમીન વેચ્યા પછી, જેના થી પણ મારી મુલાકાત થઈ તેણે મને આ ભાવે જમીન વેચવા બદલ મલામત કરી.(ઠપકો આપ્યો)

હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુએ તેમને પૂછ્યું, શું તમે ખરેખર આ કારણે પૈસા લેવા ન આવ્યા?

તેણે કહ્યું: હા.

પછી હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુએ તે માણસને કહ્યું:

હું તમને ઈખ્તિયાર આપું છું કે સોદો રદ કરી નાખો અને તમારી જમીન પાછી લઈ લો અથવા સોદો બાકી રાખો અને તમારા પૈસા લઈ લો.

તે પછી હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુએ તેને આ ઈખ્તિયાર આપવાનું કારણ બયાન કર્યું કે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તે માણસ માટે દુઆ કરી છે જે લેનદેનમાં નર્મી કરે છે.

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નો ઈર્શાદ છે:

અલ્લાહ ત’આલા તે વ્યક્તિને જન્નત આપે જે ખરીદ-વેચાણ સમયે, કિંમત ચૂકવતી વખતે અથવા કિંમત ચૂકવવાની માંગ કરતી વખતે લોકો સાથે નરમાશથી પૈશ આવે છે.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …