ઉમ્મત માં સૌથી વધારે હયા-દાર (શરમાળ) વ્યક્તિ

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું:

وأصدقهم (أمتي) حياء عثمان (سنن الترمذي، الرقم: ٣٧٩١)

મારી ઉમ્મતમાં સૌથી વધારે હયા-દાર વ્યક્તિ ઉસ્માન બિન અફફાન છે.

હઝરત ઉસ્માન રદી અલ્લાહુ અન્હુ ની હયા

હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા ફરમાવે છે:

એકવખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ મારા ઘરમાં આરામ કરવા માટે આડા પડેલા હતા અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નો કુર્તો તેમની જાંઘ મુબારક અથવા પિંદલી મુબારક થી સહેજ હટી ગયો હતો; પરંતુ આપની જાંઘો અને પિંદલીઓ આપની તહ-બન્દ (લૂંગી) થી ઢંકાયેલી હતી.

એટલામાં હઝરત અબુબકર રદી અલ્લાહુ અન્હુ આવ્યા અને અંદર આવવાની ઈજાઝત માંગી. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમને અંદર આવવાની ઈજાઝત આપી દીધી. તેઓ અંદર આવ્યા, તો આપ સલ્લલ્લાહુ અલયહિ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમની સાથે એજ હાલતમાં જે હાલતમાં આડા પડીને આરામ કરી રહ્યા હતા વાત કરી.

થોડા સમય પછી હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ અંદર આવવાની પરવાનગી માંગી. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમને અંદર આવવાની ઈજાઝત આપી દીધી. તેઓ અંદર આવ્યા તો આપ સલ્લલ્લાહુ અલયહિ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમની સાથે એ જ હાલતમાં વાતચીત ફરમાવી.

પછી હઝરત ઉસ્માન રદી અલ્લાહુ અન્હુ આવ્યા અને અંદર આવવાની અનુમતિ માંગી, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ઉઠી ને બેસી ગયા, પોતાના કપડા સીધા કર્યા અને પોતાની તહ-બન્દ (લૂંગી) ને કુર્તા થી છુપાવી, પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમને અંદર આવવાની ઈજાઝત આપી. તેઓ આવ્યા તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમની સાથે થોડીવાર વાતચીત કરી.

હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા બયાન ફરમાવે છે કે જ્યારે ઉસ્માન ચાલ્યા ગયા ત્યારે મેં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને પૂછ્યું:

મેં આ જોયું કે જ્યારે અબુબકર આવ્યા ત્યારે તમે આડા પડી રહ્યા. એવી જ રીતે, જ્યારે ઉમર આવ્યા, ત્યારે પણ તમે આડા પડી રહ્યા; પરંતુ જ્યારે ઉસ્માન આવ્યા, ત્યારે તમે ઉઠી ને બેસી ગયા અને તમે તમારા કપડાં ઠીક કર્યા (એટલે ​​​​કે ઉસ્માન નાં આવવાથી પહેલાં તમે શા માટે ઉઠી ને બેસી ગયા અને તમારા કપડાંને ઠીક કર્યા?)

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે જવાબ આપ્યો:

હું તે વ્યક્તિ થી શા માટે હયા ન કરું, જેના થી ફરિશ્તાઓ પણ હયા કરે છે?

એક બીજી હદીસમાં છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે જવાબ આપ્યો:

ઉસ્માન હયા નાં ઉંચા મકામ પર નિયુક્ત છે. મને બીક લાગી કે જો મેં તેમને તેજ હાલતમાં (આડા પડેલી) અંદર આવવાની ઈજાઝત આપી દેતે તો તેઓ મારી સામે પોતાની જરૂરિયાત રજૂ કરવાની તાકાત ન રાખતે (તેમની વધારે હયા નાં કારણે).

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …