ઇત્તિબા’-એ-સુન્નતનો એહતિમામ- ૫

હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ

હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હિન્દુસ્તાન ના એક ઊંચા મરતબા વાળા આલિમે દીન હતા. તેમનો જન્મ ૧૨૬૮ હિજરી (૧૮૫૧ ઈસ્વી) માં થયો હતો. તેમનો વંશ હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ સુધી પહોંચે છે અને તેઓ દારુલ ઉલૂમ દેવબંદના પહેલા તાલિબે ઈલ્મ હતા.

અલ્લાહ સુબ્હાનહુ વ ત’આલાએ તેમને દારુલ ઉલૂમ દેવબંદમાં ચુમ્માલીસ વર્ષ સુધી પઢાવવાની તક આપી હતી. તે દરમિયાન હજારો તલબાએ તેમનાથી ફાયદો હાસિલ કર્યો. તેમાં હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહીમહુલ્લાહ અને અલ્લામા અનવર શાહ કાશ્મીરી રહીમહુલ્લાહ સર-એ-ફિહરિસ્ત (ફિહરિસ્ત ના શુરુ માં) છે.

નીચે બે ઘટનાઓ બયાન કરવામાં આવી રહી છે, જેના પરથી ખબર પડે છે કે હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ અહકામે દીન નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કેટલી કડકાઈથી સુન્નત પર અમલ કરતા હતા.

પરદેહ સંબંધિત શરિયતની ઇત્તિબા

હિન્દુસ્તાન પર કબજો જમાવ્યા પછી, અંગ્રેજોએ મુસ્લિમો પર જુલમ-ઓ-અત્યાચાર કરવાનું શરૂ કર્યું અને શ’આઈરે ઇસ્લામ (ઇસ્લામી નિશાનીઓ અને રસમો) ને મિટાવવા નું શરૂ કર્યું, જ્યારે હઝરત શેખુલ-હિંદ રહીમુલ્લાહે આ પરિસ્થિતિ જોઈ, ત્યારે તેઓ બેચેન થઈ ગયા. અને તહરીક ખિલાફત ચળવળ શરૂ કરી અને અંગ્રેજો સામે જેહાદની જાહેરાત પણ કરી દીધી.જેથી તેઓને હિન્દુસ્તાન માંથી હાંકી કાઢવામાં આવે; પરંતુ કોઈક રીતે અંગ્રેજોને હઝરત શેખુલ-હિંદ રહીમહુલ્લાહ ની યોજનાની જાણ થઈ ગઈ અને તેઓએ તેમની ધરપકડ કરી અને તેમને માલ્ટાની જેલમાં બંધ કરી દીધા. હઝરત શેખુલ-હિંદ રહીમહુલ્લાહ લગભગ ત્રણ વર્ષ સુધી માલ્ટાની જેલમાં રહ્યા.

હઝરત શૈખુલ-હિંદ રહિમહુલ્લાની ધરપકડ થતાં જ તેમના શાગિર્દ (સ્ટુડન્ટ) હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહીમહુલ્લાહ તરત જ પોલીસ પાસે આવ્યા અને તેમણે કહ્યું કે મારી પણ ધરપકડ કરો; જેથી તે તેમના પ્યારાં ઉસ્તાદ સાથે જેલમાં રહી શકે, જે તે સમયે બીમાર અને કમજોર હતા, અને તેમની ખિદમત કરી શકે; છેવટે તેમની પણ ધરપકડ કરવામાં આવી. જ્યાં સુધી તે બંને જેલમાં રહ્યા ત્યાં સુધી શાગિર્દે સંપૂર્ણ શફકત (કરુણા) અને મોહબ્બત થી તેમના ઉસ્તાદ ની સેવા કરી.

જ્યારે હઝરત શેખુલ-હિંદ રહીમહુલ્લાહ ને મુક્ત કરવામાં આવ્યા અને તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા ત્યારે હઝરત શેખુલ-હિંદ રહીમુલ્લાહનો આખો પરિવાર હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાનો અત્યંત આભારી હતો, ખાસ કરીને હઝરત શેખુલ-હિંદ રહીમહુલ્લાહ ના અહલિયા મોહતરમા(પત્ની) ખૂબ ખૂબ મુતઅસ્સિર (પ્રભાવિત) હતા; કારણ કે હઝરત મદની રહીમહુલ્લાહનું બાળપણ દેવબંદમાં વીત્યું હતું અને તેઓ હઝરત શેખુલ-હિંદ રહીમહુલ્લાહનાં ઘરે આવતા જતા હતા; તેથી હઝરત શેખુલ-હિન્દ રહીમહુલ્લાહની અહલિયા મોહતરમા(પત્ની) નાં દિલ માં તેમના માટે ઘણી મોહબ્બત હતી.

તેથી જ્યારે હઝરત શેખુલ-હિંદ રહીમહુલ્લાહની અહલિયા મોહતરમા વૃદ્ધ વયે પહોંચી ગઈ હતી, ત્યારે તેમણે હઝરત મૌલાના મદની રહીમુલ્લાહ સાથે પર્દા વગર વાત કરવાની ઈચ્છા હતી જેથી તેઓ અંગત રીતે તેમનો શુક્રિયા અદા કરે કે તેઓએ હઝરત શેખુલ-હિંદ રહીમહુલ્લાહની જેલમાં ખૂબ કાળજી કરી હતી. અને દરેક રીતે તેમની ખિદમત કરી.

જ્યારે તેમણે હઝરત શૈખુલ-હિન્દ રહીમહુલ્લાહની સામે પોતાની ઈચ્છા જાહેર કરી ત્યારે હઝરત રહીમહુલ્લાહએ અત્યંત રૂદન ભરા સ્વર માં કહ્યું કે જો જેલમાં મારી સાથે મારો પુત્ર હોતે તો તે તેટલી સેવા કરી શક્યો ન હોત જેટલી સેવા હુસૈન અહેમદે કરી. મારી પણ દિલી તમન્ના છે કે તમે તેનો અંગત રીતે શુક્રિયા અદા કરો; પરંતુ શરીઅત નો હુકમ છે કે નામહરમ મર્દો થી પર્દો કરવા માં આવે, તેથી જો તમે હુસૈન અહેમદ સાથે પર્દા વગર વાત કરશો તો તમે ગુનેગાર થશો.

હઝરત શૈખુલ-હિંદ રહીમહુલ્લાહની અહલિયા મોહતરમા પણ ખૂબ જ દીનદાર હતી; તેથી, તેણીએ હઝરત શૈખુલ-હિંદ રહીમહુલ્લાહની વાત માની લીધી અને જ્યારે હઝરત મદની રહીમહુલ્લાહ તેમની ખબરગિરી માટે આવતા, ત્યારે તેઓ આ વાત પર ચુસ્તપણે અમલ કરતા કે તેઓ પર્દા ની પાછળ રહે.

ઉમ્મતે મુસ્લિમા વચ્ચે એકતા પૈદા કરવાની અને દીન ને જીવંત કરવાની ફિકર

માલ્ટાની કેદમાંથી પાછા ફર્યા પછી એક રાત્રે ઈશા પછી હઝરત શૈખુલ-હિંદ રહીમહુલ્લાહ દારુલ ઉલૂમમાં હતા. ‘ઉલમા-એ-કિરામ નો મોટો મજમો’ (જૂથ) સામે હતો. તે સમયે ફરમાવ્યું: અમે તો માલ્ટાની જિંદગીમાં બે સબક શીખ્યા છે.

આ શબ્દો સાંભળીને આખો મજમા’ એ એમની તરફ કાન ધરી દીધા કે આ તમામ આલિમો ના ઉસ્તાદે એંસી વર્ષ સુધી આલિમો ને પઢાવયા પછી પોતાના છેલ્લા જીવનકાળમાં જે સબક શીખ્યા ત સબક શું છે?

ફરમાવ્યું કે:

જ્યાં સુધી મેં જેલના એકાંતમાં આ વસ્તુ પર વિચાર્યું કે શા માટે પૂરી દુનિયામાં મુસલમાન દીની અને દુન્યવી દરેક રીતે બરબાદ થઇ રહ્યા છે, મને તેના બે કારણો માલુમ થયા:

(૧) એક તો તેમનું કુરાને કરીમ ને છોડી દેવુ.

(૨) બીજુ પરસ્પરના વિવાદો (ઈખ્તિલાફ) અને લડાઈ.

તેથી, ત્યાંથી હું આ મજબૂત ઈરાદા સાથે આવ્યો છું કે હું મારી બાકીની જીંદગી આ કામ માં ખર્ચ કરું કે કુરાન કરીમ ને લફ્ઝન (શબ્દો તરીકે) અને મા’નન (અર્થ રુપે) ‘આમ (સામાન્ય) કરવા માં આવે. દરેક વસાહતમાં બાળકો માટે લફ્ઝી (શાબ્દિક) તા’લીમ માટેના મકતબો શરૂ કરવા આવે. મોટી ઉંમરના લોકોને ‘અવામી દર્સે કુરાને શરીફ ની સૂરત માં તેના અર્થથી વાકેફ કરવામાં આવે અને કુરાની તાલીમ પર અમલ કરવા માટે તૈયાર કરવામાં આવે. એવી જ રીતે મુસલમાનો નાં આંતરિક ઝઘડાઓ ને કોઈ પણ કિંમતે સહન કરવામાં ન આવે.

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …