સવાલ– અગર કોઈએ રમઝાનનાં મહીનામાં ફજરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ નહી કર્યુ, બલકે ઝોહરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ કર્યુ, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે?
જવાબ- હાં, તેનો રોઝો દૂરૂસ્ત હશે, પણ તે ગુનેહગાર થશે. કારણકે તેણેે ગુસલમાં મોડુ કરવાનાં કારણે ફરજની નમાઝ સમય પર અદા નહી કરી.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
وعن أبي قلابة ، عن بعض أزواج النبي صلى الله عليه وسلم ، أن رسول الله صلى الله عليه وسلم كان يصبح جنبا من غير احتلام ثم يصوم رواه مسدد ورجاله ثقات. (إتحاف الخيرة المهرة ۲۳۲۸)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા