પ્રેમનો બગીચો (પંદરમું પ્રકરણ)‎

بسم الله الرحمن الرحيم

જીંદગીની કદરદાની

હઝરત દાવુદ બીન દીનાર (રહ.) એક મહાન મુદ્દીષ અને જલીલુલ કદર મુહદ્દીષીન ઈમામ શોઅબા અને ઈમામ વકીઅ (રહ.) જેવા શખ્સિય્યતોના ઉસ્તાદ હતા.

આપ ખુરાસાનનાં રેહવા વાળા હતા. એક વખત ખુરાસાનનાં રેહવા વાળા ઘણી મોટી મહામારી માં સપડાઈ ગયા. ઘણાં બઘા લોકો આ બીમારીનાં કારણે મરી ગયા અને લોકોની એક મોટી સંખ્યા બીમારીમાં સપડાઈ ગઈ. હઝરત દાવુદ બીન દીનાર (રહ.) પણ આ મહામારીનાં શિકાર થઈ ગયા અને ઘણાં બઘા બીમાર થઈ ગયા. પણ અલ્લાહ તઆલાએ તેમને આ મહામારીથી શીફા અર્પણ કરી અને આ બીમારીને તેમનાં માટે દીની પ્રગતીનો ઝરીઓ બનાવી દીઘો.

હઝરત ઈમામ દાવુદ બિન દીનાર (રહ.) ફરમાવે છે કે એક વખત બીમારીની હાલતમાં બેહોશ થઈ ગયો, તો તેજ બેહોશીની હાલતમાં મેં જોયુ કે મારા ઘરની છત ફાટી ગઈ અને બે ફરિશ્તાઓ આસમાનથી ઉતર્યા. તેમાંથી એક ફરિશ્તો મારા માંથા ની પાસે બેસી ગયો અને બીજો ફરિશ્તો મારા પગની પાસે બેસી ગયો.

પછી માંથાની પાસ બેસેલા ફરિશ્તાએ પગ પાસે બેસેલા ફરિશ્તાથી કહ્યુઃ આને હાથ લગાવો અને ચકાસણી કરો, તો તેવણે મારા પગની આંગળીઓનાં વચ્ચે પોતાનો હાથ રાખ્યો અને ફરમાવ્યુઃ આ બંદો પોતાનાં આ પગની સાથે મસ્જીદે વધારે ચાલતો હતો એટલે ફરીશ્તાએ હદીષ શરીફની તે ફઝીલતની તરફ ઈશારો કર્યો કે જે બંદો મસ્જીદે પૈદલ ચાલે તેનાં દરેક કદમ પર એક નેકી લખવામાં આવે છે. તેનો એક દરજો બુલંદ કરવામાં આવે છે અને તેનો એક ગુનાહ ભૂંસી નાંખવામાં આવે છે.

પછી પગની પાસે બેસેલો ફરિશ્તાએ સરહાને બેસેલા ફરિશ્તાથી કહયુઃ આ બંદાનાં શરીરને હાથ લગાવીને તેની ચકાસણી કરો, તો તેઓએ મારી જબાનને સ્પર્શ કર્યો અને ફરમાવ્યુઃ આ બંદાની જબાન અલ્લાહ તઆલાની તસ્બીહ તથા પ્રશંસાઓ અને ઝિકરથી ભીંનાયેલી છે. પણ હું જોવું છું કે કુર્આને કરીમની તિલાવતમાં કંઈક કમી છે એવુ લાગ્યુ કે ફરિશ્તાએ આ વાતની તરફ ઈશારો કર્યો કે ઈમામ દાવુદ બિન દીનાર (રહ.) અગર ચે ઉચ્ચ કોટીનાં મુહદ્દીષ છે અને રાત-દિવસ હદીષની ખીદમતમાં વ્યસ્ત રહે છે. પણ તે કુર્આને કરીમની તિલાવતમાં વધારે કરતા ન હતા, તેથી તેનાં પર તેમની તંબીહ થઈ ગઈ.

પછી એક ફરિશ્તાએ બીજાથી કહ્યુઃ હજી સુઘી એમની કંઈક જીંદગી બાકી છે. ત્યાર બાદ ફરીથી ઘરની છત ખૂલી અને તે બન્નેવ ફરિશ્તાઓ આસમાનની તરફ ચઢી ગયા,પછી છત પેહલા જેવી બંદ થઈ ગઈ.

જ્યારે ઈમામ દાવુદ બિન દીનાર (રહ.) હોશ માં આવ્યા, તો તેમને ખ્યાલ આવ્યો કે અલ્લાહ તઆલાએ તેમનાં જીવનને લાંબુ કરી દીઘુ છે. જેથી કરીને કે તેઓ પોતાની આળસાઈને સુઘારી સકે. તેથી તેવણે કુર્આને કરીમની તિલાવતની તરફ પોતાનું ધ્યાન કેંન્દ્રીત કર્યુ અને કુર્આનની તિલાવતની સાથે સાથે કુર્આને કરીમનાં બીજા ઉલૂમ(જ્ઞાન)માં સંપૂર્ણ કુશળતા હાસિલ કરી. (તારીખે દમિશ્ક,૧૭/૧૨૯-૧૩૧)

આ વાકિયાથી ખબર પડી કે જ્યારે અલ્લાહ તઆલા કોઈ બંદાની સાથે ખૈરનો ઈરાદો ફરમાવે છે તો અલ્લાહ તઆલા તેને પોતાની કોતાહીયો (આળસો) પર અજીબો ગરીબ તરીકાવોથી ધ્યાન દોરાવે છે અને તેને પોતાની ઈસ્લાહ(સુઘરવા)ની તૌફીક મરહમત ફરમાવે છે.

તથા હદીષ શરીફમાં આપણને તાલીમ આપવામાં આવી છે કે જ્યારે આપણે સવારનાં ઊંઘથી જાગીએ, તો આ દુઆ પઢોઃ

اَلْحَمْدُ اللهِ الَّذِيْ أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُوْرْ (صحيح البخاري، الرقم: ٦۳۱٤)

“સઘળી તારીફો અલ્લાહ તઆલાનાં માટે છે જેણે આપણને મૌત બાદ જીવિત કર્યા અને તેમની તરફજ આપણે ઉઠીને જવાનું છે.”

આ દુઆ આપણને યાદ અપાવે છે કે અલ્લાહ તઆલા દરેક દિવસે આપણને નવી જીંદગી આપે છે, જેથી કે આપણે પોતાની જીંદગીની કાળજી રાખીએ અને હકીકી મૌતથી પેહલા પેહલા પોતાની કોતાહીયો (આળસો)ને સુઘારી લઈએ.

તથા આપણા માટે જરૂરી છે કે દરેક દિવસે પોતાનો મુહાસબો (હિસાબ) કરો, પોતાનાં આઅમાલની સમીક્ષા (જાઈઝો) કરે અને પોતાની કોતાહીયો (આળસો) ને સમજે. પછા પોતાની જીંદગીની ઈસ્લાહ અને પોતાનાં ખાલિક તથા માલિક અને અલ્લાહ તઆલાને રાજી કરવાની વધારાથી વધારે કોશિશ કરે. અને તેનો રસ્તો આ છે કે અલ્લાહ તઆલાનાં હુકૂક (અધિકારો) અને બંદાવોનાં હુકૂક (અધિકારો) અદાયગી કરે અને દરરોજ પાંસ વખતની નમાઝો પછી બંદાને જોઈએ કે તે અલ્લાહ તઆલાથી દુઆ કરે કે અલ્લાહ તઆલા તેને પોતાની જીંદગીમાં દીન કાયમ રાખવાની તૌફીક આપે.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને ઘણી બઘી દુઆઓ સીખવી છે. તેમાંથી એક જામેઅ દુઆ આ છેઃ

اَللّٰهُمَّ اجْعَلْ خَيْرَ عُمُرِيْ آخِرَهُ وَخَيْرَ عَمَلِيْ خَوَاتِيْمَهُ وَخَيْرَ أَيَّامِيْ يَوْمَ أَلْقَاکَ فِيْهِ (مجمع الزوائد، الرقم: ۱۷۲٦۷)

“હે અલ્લાહ ! મારી જીંદગીનાં છેલ્લા ક્ષણોને સૌથી બેહતર બનાવ અને મારા છેલ્લા અમલને સૌથી સારો બનાવ અને મારા માટે આ દીનને સૌથી બેહતર બનાવ જે દિવસે હું તમને મળીશ.”

અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાની જીંદગી દુરૂસ્ત કરવાની અને જીંદગીનાં તમામ કાર્યોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં તરીકાવો પર ચાલવાની તૌફીક અતા ફરમાવે અને આપણને બઘીને સારા અંતની દૌલતથી સરફરાઝ ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17233


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …