بسم الله الرحمن الرحيم
ઔરતોં નો ઈસ્લામી લિબાસ (પહેરવેશ)
ઈસ્લામ એક મુકમ્મલ જીવનનો દસ્તૂર છે. એમાં જીંદગીનાં દરેક શોબા (વિભાગો) નાં માટે હિદાયતો છે. ઈસ્લામ ઈન્સાનને લોકોની સાથે મામલો કરવાનો સહીહ તરીકો સિખડાવે છે અને દીન-દુન્યાનાં તકાઝાવો (જરૂરતો) પર અમલ કરવાનો સહીહ રસ્તો બતાવે છે. તથા ઈન્સાનનાં અધિકારોની અદાયગી ની તાકીદ કરે છે અને ઉચ્ચ અખલાક તથા કિરદારની સાથે જોડાયેલા રેહવાની પ્રેરણા આપે છે. તેમાં કોઈ શક નથી કે સચ્ચાઈ, સાચુ બોલવુ, અમાનત દારી, માં-બાપની સાથે સારો વ્યવ્હાર, લોકોની સાથે રવાદારી અને સારો વરતાવ તથા હયાદારી અને વકરાથી ભર્યો લિબાસ પેહરવાની પ્રેરણા તથા તાકીદમાં કોઈ પણ મઝહબે ઈસ્લામનાં બરાબર નથી અને ઈસ્લામે જે ઉચ્ચ અખલાક તથા ઈકદારની તાકીદ કરી છે, તેમા “હયા” અનુક્રમણિકામાં પેહલા નંબર પર છે.
આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે “હયા” નો સંબંઘ માત્ર લિબાસથી નથી, અહિંયા સુઘી કે લિબાસનાં અંદર શરમો હયાનો લિહાઝ ઈસ્લામની મુળભુત તાલીમાતમાં થી છે. એટલા માટે કે ઈન્સાન પોતાનાં લિબાસથી ઓળખવામાં આવે છે અને તેનાં મઝહબી ઓળખાણથી તેનો મઝહબ ખબર પડે છે. તેથી ઈન્સાન જ્યારે ઈસ્લામી લિબાસ પહેરે છે, તો તેનાંથી ઈસ્લામની ખૂબસૂરતી ની રજુઆત થાય છે અને તેનાં લિબાસને જોઈને લોકોને ખબર પડે છે કે તે માણસ “મુસલમાન” છે.
આપણાં આકા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ભવિષ્યવાણી કરી છે કે મારી ઉમ્મત પર એક એવો જમાનો આવશે જેમાં દરેક તરફ ફિતના ફેલાઈ જશે, ઔરતો ઘણાં એકદમ બારીક લિબાસ પહેરશે અથવા એટલો ચુસ્ત લિબાસ પહેરશે, જેનાંથી તેનાં બદનની હયઅત (આકાર) જાહેર થશે. એવી ઔરતોનાં માટે બીજી ઘણી હદીષોમાં વઈદો વારીદ થઈ છે.
એક હદીષમાં હઝરત અબુ હુરૈરહ (રદિ.) નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વાત (કોલ) નકલ કરે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “દોઝખ વાળાઓની બે કિસમ એવી છે કે જેને મેં નથી જોયા. એક કિસમ તો તે લોકોની છે જેની પાસે બળદોની પૂંછડીઓની જેમ ચાબુકો હશે, જેનાંથી તે લોકોને મારશે (ઝુલમ કરશે) અને બીજી કિસમ તે ઔરતો ની છે, જે લિબાસ પહેરવા છતા નાંગી હશે (કારણકે તેણી ઘણાં ચુસ્ત તથા ઘણાં બારીક લિબાસ પહેરશે, જેનાંથી તેણીનાં બદનની હયઅત (આકાર) દેખાશે) તે મરદોને પોતાની તરફ માઈલ (ખેંચશે) કરશે અને પોતે પણ મરદોની તરફ માઈલ થશે (ખેંચાશે). તેણીનાં માંથા બખતી ઊંટોની જેમ હશે. તેવી ઔરતો જન્નતમાં દાખલ નહી થશે અને ન જન્નતની ખુશ્બુ હાસિલ કરી શકશે, જ્યારે કે તેની ખુશ્બુ એટલી એટલી દુર સુઘી મહસૂસ કરી શકાશે.” (મુસ્લિમ શરીફ)
ઉપર વાળી હદીષ થી ઝાહિર છે કે આપણે અને ખાસ કરીને ઔરતોંએ કેવો લિબાસ પેહરવો જોઈએ. આજ કારણ છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબએ કિરામ (રદિ.) નાં લિબાસ પર નઝર રાખતા હતા અને અગર આપને શરીઅતનાં રૂ થી કોઈ સહાબીનો લિબાસ નામુનાસિબ દેખાતો, તો આપ તરતજ તેની ઈસ્લાહ ફરમાવતા અને મુનાસિબ લિબાસ પેહરવાની તાકીદ કરતા.
તેથી એક વખત હઝરત આંયશા (રદિ.) ની બહેન હઝરત અસમા બિનતે અબુ બકર (રદિ.) નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં એવી હાલતમાં હાજર થયા કે તેમનાં જીસમ પર બારીક કપડા હતા, તો નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તરતજ તેમની ઈસ્લાહ ફરમાવી અને તેમને ફરમાવ્યુ કે ઔરતનાં જીસમનો કોઈ પણ હિસ્સો દેખાવો ન જોઈએ એટલે ઔરતોનાં માટે જેવી રીતે બારીક કપડા પહેરવા મુનાસિબ નથી, એવીજ રીતે એટલુ તંગ કપડુ પહેરવુ પણ મુનાસિબ નથી, જેનાંથી તેનાં બદનની હયઅત (આકાર) જાહેર થઈ જાય. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આ નસીહત તેમનાં દિલો દિમાગમાં એવી રીતે ઘર કરી ગયુ કે તેણી પોતાની જીંદગીનાં છેલ્લા ક્ષણ સુઘી તેનાં પર અમલ કરતી રહી, તેથી એક વાકિયો મનકૂલ છે કે જ્યારે તેમનો છોકરો હઝરત મુનઝિર બિન ઝુબૈર (રદિ.) ઈરાક થી તશરીફ લાવ્યા, તો તેવણે અસમા (રદિ.) ની ખિદમતમાં એક કપડુ પેશ કર્યુ, જે ઉચ્ચ કિસમનાં ઉનથી તૈયાર કરવામાં આવ્યુ હતુ, પણ તે તંગ (ફિટ) હતુ.
હઝરત અસમા (રદિ.) એ કપડાને પોતાનાં હાથથી ચેક કર્યુ (જ્યારે કે તે સમયે તેમની આંખોની રોશની ખતમ થઈ ચૂકી હતી) અને ફરમાવ્યુ ઉફ ! આ કપડાને પાછુ આપી દો. જ્યારે તેવણે એને આપી દીઘુ, તો હઝરત મુનઝિર બિન ઝુબૈર (રદિ.) ને આ વાત અઘરી (મુશ્કિલ) લાગી. તેથી તેવણે પોતાની માં ને પુછ્યુઃ અમ્મી જાન ! આ કાપડ એટલુ બારીક નથી કે તેનાંથી શરીરની હયઅત (આકાર) જાહેર થાય છે. તમે આ કાપડ પેહરી શકશો ? તેવણે જવાબ આપ્યોઃ તારી વાત બરાબર છે, પણ આ કાપડ તંગ (ફિટ) છે જેનાં કારણે મારા શરીરની હયઅત (આકાર) જાહેર થશે. પછી તેવણે એમના માટે મર્વ (એક જગ્યાનું નામ) માં બનેલુ સામાન્યુ કપડુ ખરિદ્યુ તો તેવણે કબૂલ કરી લીઘુ અને ફરમાવ્યુઃ મને આવા પ્રકારનાં કપડા પેહરાવ્યા કરો (કારણકે આ સુન્નતનાં અનુસાર છે). (તબકાતુલ કુબરા)
ઔરતનો ઈસ્લામી લિબાસ
ઈસ્લામી તાલીમાત (શિક્ષણ)નાં અનુસાર ઔરતનાં કપડા નિમ્નલિખિત ખૂબિયોને ધરાવનાર હોવુ જોઈએઃ
(૧) જે કાપડને ઔરત પેહરે તે તેનાં પૂરા શરીર ને છુપાવે, અગર આખા શરીર ને ન છુપાવે, તો તે શરીઅતને અનુસાર કાપડ નહી કેહવાશે, કારણ કે ઔરતનાં માટે જરૂરી છે કે તે પોતાનાં બન્નેવ પગને અને ગટ્ટો સમેત હાથોંનાં વગર પોતાનું આખુ શરીર અને બાલને અજનબી મરદોથી છુપાવે.
(૨) ઔરતનો લિબાસ એટલો બારીક યા તંગ ન હોય, જેનાંથી ઔરતનાં શરીરનો આકાર જાહેર હો, અગર તેનાં બદનનો આકાર જાહેર થશે, તો “કાસિયાતુન આરિયાતુન” વાળી હદીષનાં અંદર દાખલ થશે (એટલે કપડા ન પેહર્યા હોય તેવી લાગશે).
(૩) જ્યારે ઔરત પોતાનાં ઘરેથી નિકળે, તો હયા તથા વકારનો જરૂર ખ્યાલ રાખે. હદીષ શરીફ માં વારિદ છે કે જ્યારે તે ઘરથી નિકળે, તો હિજાબ પેહરીને નિકળે અને ખુશ્બુ ન લગાવે, એટલા માટે કે ઈન્સાનની ફિતરત છે કે તે વિપરિત લિંગ (જીન્સે મુખાલિફ) ની તરફ ખેંચાય છે અને આકર્ષક લિબાસ જોઈને હજી વધારે ખેંચાવ પૈદા થાય છે. અહિંયા સુઘી કે ઈન્સાન ફિત્નામાં મુબત્લા થઈ (ફસાઈ) જાય છે.
(૪) દરેક સિન્ફ (જાતિ) ને જોઈએ કે બીજી સિન્ફ (જાતી)નાં કાપડથી બચે એટલે મર્દ,ઔરતનું કાપડ ન પેહરે અને ઔરત મર્દ નાં કપડા ન પેહરે, કારણકે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ફરમાન છે કે “અલ્લાહ તઆલા મર્દો પર લાનત મોકલેે છે, જે ઔરતોની મુશાબહત ઈખ્તિયાર કરે છે અને તે ઔરતો પર લાનત મોકલે છે, જે મર્દોની મુશાબહત પસંદ કરે છે.” (તબરાની)
અમે દુઆગીર છીએ કે અલ્લાહ તઆલા આપણી ઔરતો (માં-બહેનો) માં “હયા” ની સિફત જીવિત ફરમાવે અને તેવણને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતોં અને અઝવાજે મુતહ્હરાત (આપણા નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની બીવિયો) નાં તરીકાવો પર અમલ કરવાની તૌફીક ઈનાયત ફરમાવે. આમીન
Source: http://ihyaauddeen.co.za/?p=17045