નમાઝમાં દુરૂદ શરીફ

عن ابن عمر رضي الله عنهما قال: كان رسول الله صلى الله عليه وسلم يعلمنا التشهد التحيات الطيبات الزاكيات لله السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأن محمدا عبده ورسوله ثم يصلي على النبي صلى الله عليه وسلم (سنن الدارقطني، الرقم: 1330، وفيه موسى بن عبيدة الربذي وهو ضعيف كما في القول البديع صـ 365، وفي شرح ابن ماجة للمغلطاي صـ 1523: وفي حديث موسى بن عبيدة وخارجة وهما ضعيفان: كان رسول الله صلى الله عليه وسلم يعلمنا التشهد التحيات الطيبات الزاكيات لله السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأن محمدا عبده ورسوله ثم يصلى على النبي صلى الله عليه وسلم وفي العلل الكبير للترمذي: سألت محمدا عن هذا الحديث فقال: روى شعبة عن أبي بشر عن مجاهد عن ابن عمر وروى سفيان عن مجاهد عن أبي معمر عن أبي مسعود وهو المحفوظ عندي)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે આપણને તશહ્હુદની દુઆ (અત તહિય્યાતુત તય્યિબાતુઝ્ ઝાકિયાતુ લિલ્લાહ છેવટ સુઘી) સિખડાવતા હતા (અને ત્યારબાદ ફરમાવતા કે નમાઝમાં તશહ્હુદની દુઆ પઢવા બાદ) દુરૂદ શરીફ પઢવુ જોઈએ.

એક અન્સારી સહાબીનું રસૂલે કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નાં માટે પોતાનાંજ મકાનને તોડી નાંખવુ

એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ મદીના મુનવ્વરામાં કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા કે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે એક ઊંચુ મકાન જોયુ, તો આપે સહાબએ કિરામ (રદિ.) સવાલ કર્યોઃ આ શું છે? તેવણે જવાબ આપ્યો કેઃ ફલાણાં અન્સારી સહાબીનુ નવુ મકાન છે. નબિએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ આ સાંભળી ખામોશ થઈ ગયા.

પછી તે અન્સારી સહાબી નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખિદમતમાં હાજર થયા અને સલામ કર્યો. પણ આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે મુબારક ચેહરો ફેરવી લીઘો. તેવણે ફરીથી સલામ કર્યુ. પણ નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે કોઈ જવાબ ન આપ્યો. નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નો આ વર્તાવ જોઈને એવણને ફિકર થઈ કે આખિર મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે.

તો તેવણે સહાબા એ કિરામ (રદિ.) થી પૂછ્યુ કે શું વાત છે? તો તેવણે જવાબ આપ્યો કે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ તમારા નવા મકાનની પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તેનાં વિશે સવાલ કર્યો હતો. આ સાંભળી તે સહાબી તરત જ પોતાનાં ઘરે ગયા અને તે નવા મકાનને તોડી નાંખ્યુ અને નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ને ખબર પણ ન કરી કે મૈં તે મકાન તોડી નાંખ્યુ છે.

થોડા દિવસો બાદ રસૂલે કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ફરી તે રસ્તાથી પસાર થયા અને સવાલ કર્યોઃ પેલુ મકાન ક્યાં ગયુ, જે મેં પાછલી વખતે અહીંયા જોયુ હતુ? સહાબએ કિરામ (રદિ.) જવાબ આપ્યો કે તેવણે (અન્સારી સહાબીએ) તે મકાનને તોડી નાંખ્યુ, કારણકે તેવણને એહસાસ થઈ ગયો હતો કે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ તેનાંથી ખુશ ન હતા, તો આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યુઃ દરેક મકાન પોતાનાં માલિક માટે વબાલ છે, પણ જે જરૂરી છે. (સુનને અબી દાવુદ)

તે અન્સારી સહાબી (રદિ.) નાં આ અમલથી સાફ થઈ ગયુ કે તેમનાં દિલમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની સાચી અને બેપનાહ મોહબ્બત હતી. હકીકત આ છે કે સહાબા એ કિરામ (રદિ.) નાં માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ઝર્રા બરાબર પણ નારાઝગી કાબિલે બરદાશ્ત ના હતી અને જ્યારે તેવણને મહસૂસ થતુ હતુ કે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ તેમનાં કોઈ અમલથી નારાઝ છે, તો તે તરતજ તે અમલ (કામ)થી પછાળી હટી જતા હતા.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...