જુમ્આનાં દિવસે વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની દુઆ

عن عمر بن الخطاب رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: أكثروا الصلاة علي في الليلة الزهراء واليوم الأغر فإن صلاتكم تعرض علي فأدعو لكم وأستغفر (القربة لابن بشكوال، الرقم: ۱٠۷، وسنده ضعيف كما في المقاصد الحسنة صـ 148 والقول البديع صـ 335)

હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે રોશન રાત અને રોશન દિવસમાં (જુમ્આ ની રાત અને જુમ્આનાં દિવસે) મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલો, કારણકે તમારૂ દુરૂદ મારી સામે પેશ કરવામાં આવે છે, તો હું તમારા માટે દુઆ અને અસ્તગફાર કરૂ છું.

ઈસાલે સવાબનાં માટે દુરૂદ શરીફ પઢવુ

એક ઔરત હઝરત હસન બસરી (રહ.) ની પાસે આવી અને અરજ કર્યુ કે મારી છોકરીનો ઈન્તેકાલ થઈ ગયો. મારી આ તમન્ના છે કે હું તેને સપના માં જોવું.

હઝરત હસન બસરી (રહ.) ફરમાવ્યુ કે ઈશાની નમાઝ પઢીને ચાર રકાત નફલ નમાઝ પઢ અને દરેક રકાતમાં અલહમ્દુ શરીફ પછી અલહાકુમુત તકાષુર પઢ અને ત્યારબાદ સુઈ જા. અને સુવા સુઘી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢતી રેહ.

તેણીએ એવુજ કર્યુ. તેણીએ છોકરીને સપનામાં જોઈ કે ઘણાંજ સખત અઝાબમાં છે. તારકોલ કપડા તેનાં પર છે, બન્નેવ હાથ તેનાં જકડાયેલા છે અને તેનાં પગ આગની સાંકળોમાં બાંઘેલા છે. મેં સવારનાં ઉઠવા બાદ હઝરત હસન બસરી (રહ.)ની પાસે ગઈ. હઝરત હસન બસરી (રહ.) એ ફરમાવ્યુ કે તેના તરફથી સદકો કરો શાયદ અલ્લાહ તઆલા તેનાં કારણે તારી છોકરીને માફ ફરમાવી દે.

આગલા દિવસે હઝરત હસન (રહ.) સપનાંમાં જોયુ કે જન્નતનો એક બાગ છે અને તેમાં એક ઘણો ઊંચો તખ્ત છે અને તેનાં પર એક અતી સુંદર હસીન જમીલ ખુબસૂરત છોકરી બેસેલી છે. તેનાં માંથા પર એક નૂરનો તાજ છે, તે કહેવા લાગી હસન તમે મને ઓળખી. મેં કહ્યુ નહી, મેં તો ઓળખી નહી. કેહવા લાગી મેં તેજ છોકરી છું જેની માંને તમે દુરૂદ શરીફ પઢવાનો હુકમ કર્યો હતો (એટલે ઈશા બાદ સુવા સુઘી) હઝરત હસન (રહ.) ફરમાવ્યુ તારી માંએ તો તારો હાલ તેનાંથી બિલકુલ ઊંઘો (બરઅક્સ) બતાવ્યો હતો જે મે જોઈ રહ્યો છું.

તેણીએ કહ્યુ મારી હાલત તેજ હતી જે માં (વાલિદા) એ બયાન કર્યુ હતુ. મેં (હસન બસરી (રહ.)) પુછ્યુ પછી આ મર્તબો કેવી રીતે હાસિલ થઈ ગયો. તેણીએ કહ્યુ કે અમે સિત્તેર હજાર માણસો તેજ અઝાબમાં મુબ્તલા હતા જે મારી માં (વાલિદા) એ આપથી બયાન કર્યુ, સુલહામાંથી એક બુઝુર્ગનો ગુજર(પસાર થયા) અમારા કબ્રસ્તાન પર થયો. તેવણે એક વખત દુરૂદ શરીફ પઢીને તેનો ષવાબ અમને બઘાને પહોંચાડી દીઘો. તેમનુ દુરૂદ અલ્લાહ તઆલાને ત્યાં એવુ કબૂલ થયુ કે તેની બરકતથી અમે બઘા તે અઝાબથી આઝાદ કરી દેવામાં આવ્યા અને તે બુઝુર્ગની બરકતથી આ રૂત્બો નસીબ થયો. (અલ કવલુલ બદીઅ, ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૦૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من …