દુરૂદ શરીફ જમા કરવા માટે ફરિશ્તાઓનુ દુનિયા માં ભ્રમણ કરવુ

عن عبد الله قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملائكة سياحين في الأرض يبلغوني من أمتي السلام (سنن النسائي، الرقم: ۱۲۸۲، صحيح ابن حبان، الرقم: ۹۱۳)‏

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બેશક અલ્લાહ તઆલાનાં ઘણાં ફરિશ્તાઓ છે, જેઓ જમીનમાં ફરતા રહે છે અને મારી ઉમ્મતનાં સલામ પહોંચાડે છે.”

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક નામની સાથે દુરૂદ શરીફ ન લખવા પર તંબીહ (ચેતવણી)

હઝરત હસન બિન મુસા હઝરમી (રહ.) જેવણ ઈબ્ને અજીના (રહ.) નામથી પ્રખ્યાત હતા તેવણ ફરમાવે છે કે

જ્યારે હું હદીષ શરીફ લખતો હતો તો જલ્દીનાં કારણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક નામની સાથે “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” નહી લખતો હતા. એક વખત મને સપનામાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝિયારત થઈ, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને ફરમાવ્યુ કે જયારે તમે મારુ નામ લખો છો, તો મારા પર દુરૂદ કેમ નથી મોકલતા. જેવી રીતે અબુ ઉમર તબરી (રહ.) મારા પર દુરૂદ મોકલે છે. જ્યારે હું જાગ્યો તો ઘણો પરેશાન હતો. તેથી તે દિવસથી મેં પોતાનાં પર લાઝિમ કરી દીઘુ કે જ્યારે પણ હું હદીષ શરીફ લખીશ, તો “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” જરૂર લખીશ. (અલ કવલુલ બદીઅ)

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મુબારક વાળની તાઝીમ તથા સમ્માન

અબુ હફ્સ સમરકંદી (રહ.) પોતાની કિતાબ રોનકુલ મજાલિસમાં લખે છે કે

બલ્ખમાં એક તાજીર હતો જે ઘણો માલદાર હતો. તેનો ઈન્તેકાલ થયો, તેનાં બે છોકરા હતા. મીરાસ (વારસા) માં તેનો માલ અડઘો અડઘો વેંહચાઈ ગયો.

પણ વારસામાં ત્રણ વાળ પણ હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મવજૂદ હતા. એક એક બન્નેવે લઈ લીઘા. ત્રીજા વાળનાં મુતઅલ્લિક મોટા ભાઈએ કહ્યુ કે તેને અડઘો અડઘો કરી લઈએ. નાનાં ભાઈએ કહ્યુ કદાપી નહી, ખુદાની કસમ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં વાળ મુબારક નહી કાપી શકાય.

મોટા ભાઈએ કહ્યુ શું તુ આનાં પર રાઝી છે કે આ ત્રણેવ વાળ તુ લઈ લે અને આ માલ બઘો મારા ભાગમાં લગાડી દે. નાનો ભાઈ ખુશીથી રાઝી થઈ ગયો. મોટા ભાઈએ બઘો માલ લઈ લીઘ અને નાનાં ભાઈએ ત્રણેવ વાળ મુબારક લઈ લીઘા.

તે તેને પોતાનાં ખિસ્સામાં દરેક સમયે રાખતો અને વારંવાર કાઢતો તેની ઝિયારત કરતો અને દુરૂદ શરીફ પઢતો.

થોડોજ સમય પસાર થયો હતો કે મોટા ભાઈનો બઘો માલ ખતમ થઈ ગયો અને નાનો ભાઈ ઘણો માલદાર થઈ ગયો.

જ્યારે તે નાના ભાઈનો ઈન્તેકાલ થઈ ગયો તો સુલહામાંથી અમુકે હુઝૂરે અકદસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સપનામાં ઝિયારત કરી. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે કોઈની કોઈ જરૂરત હોય તેની કબરની પાસે બેસીને અલ્લાહ તઆલાનથી દુઆ કરે. (ફઝાઈલે દુરૂદ શરીફ, પેજ નં-૧૬૯)

ત્યાર બાદ લોકો દુઆ કરવા માટે તે ભાઈની કબર પાસે આવતા, અહિંયા સુઘી કે જે લોકો પોતાની સવારિયો પર તેની કબરની પાસેથી પસાર થતા, તેઓ સવારિયોથી ઉતરી જતા અને અદબો એહતેરામનાં કારણેથી પૈદલ કબર સુઘી જતા.

 

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...