આશૂરાની મહત્તવતા

સવાલ– કેટલાક લોકોનો અકીદો છે કે મુહર્રમનો મહીનો હઝરત હુસૈન (રદિ.) ની શહાદત પર સોગ (ગમ) મનાવવાનો મહીનો છે અને અમુક લોકોનો ખ્યાલ છે કે મુહર્રમનો મહીનો ખુશી મનાવવાનો અને ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરવાનો મહીનો છે.

શું આ બન્ને માંથી કોઈ વાત હદીષ શરીફથી ષાબિત છે? મહરેબાની કરીને આ બતાવો કે અમારે આશૂરાનાં દિવસે શરીઅત ના અનુસાર શું કરવુ જોઈએ?

જવાબ- હદીષ શરીફમાં આવ્યુ છે કે આશૂરાનાં દિવસે બની ઈસરાઈલ ને ફિરઔન અને તેનાં સાથિયોનાં ઝુલ્મ અને ક્રુરતાથી નજાત મળી. અલ્લાહ તઆલાએ હઝરત મૂસા (અલૈ.) અને બની ઈસરાઈલની હિફાઝત અને મદદ ફરમાવી અને ફિરઔન અને તેનાં લશ્કરને હલાક અને બરબાદ કરી નાંખ્યા.

તેથી આપણને હુકમ આપવામાં આવ્યો છે કે આપણે આશૂરાનાં દિવસે રોઝો રાખિએ અને અલ્લાહ તઆલાની આ મહાન નેઅમતનો શુક્રિયા અદા કરે.

અહિંયા આ વાત સમજવી જોઈએ કે આશૂરાનાં દિવસનો હઝરત હુસૈન (રદિ.) અને અહલે બૈતની શહાદતની સાથે કોઈ લેવાદેવા નથી,

હદીષ શરીફમાં ષાબિત છે કે નબિએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર દિલ ખોલીને સખાવતની સાથે ખર્ચ કરવાની ફઝીલત બયાન ફરમાવી છે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુઃ

من وسع على عياله وأهله يوم عاشوراء وسع الله عليه سائر سنته (شعب الایمان، الرقم ۳۵۱۵)

“જે માણસ આશૂરાનાં દિવસે પોતાના ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરશે, અલ્લાહ તઆલા તેને આખા વરસ રોઝીમાં ખૂબ બરકત અતા ફરમાવશે.”

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

عن ابن عباس رضي الله عنهما قال قدم النبي صلى الله عليه وسلم المدينة فرأى اليهود تصوم يوم عاشوراء  فقال ما هذا قالوا هذا يوم صالح هذا يوم نجى الله بني إسرائيل من عدوهم  فصامه موسى قال فأنا أحق بموسى منكم، فصامه وأمر بصيامه (صحيح البخاري، الرقم: ۲٠٠٤)

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال من أوسع على عياله وأهله يوم عاشوراء أوسع الله عليه سائر سنته (الترغيب والترهيب ۲/ ٤۸)

وأما اتخاذه مأتما كما تفعله الرافضة لأجل قتل الحسين بن علي رضي الله عنه فهو من عمل من ضل سعيه في الحياة الدنيا وهو يحسب أنه يحسن صنعا ولم يأمر الله ولا رسوله باتخاذ أيام مصائب الأنبياء وموتهم مأتما فكيف بمن دونهم (لطائف المعارف صـ ۵٤)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/4461

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?