ફરિશ્તાઓનું નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખિદમતમાં દુરૂદો સલામ પહોંચાડવુ

عن ابن عباس رضي الله عنهما قال: ليس أحد من أمة محمد يصلي على محمد أو يسلم عليه إلا بلغه يصلي عليك فلان ويسلم عليك فلان (مسند إسحاق بن راهويه، الرقم: 911، رجاله ثقات إلا أبا يحيى القتات، ففيه ضعف.) (المطالب العالية، الرقم: 3333)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) એ એક વખત બયાન કર્યુ કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઉમ્મતમાં થી જે વ્યક્તિ પણ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદો સલામ મોકલે છે, ફરિશ્તાઓ તેને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં પહોંચાડે છે અને અરજ કરે છે કે ફલાણાં બિન ફલાણાંએ આપ પર સલામ મોકલ્યુ છે અને ફલાણાં બિન ફલાણાંએ આપ પર દુરૂદ મોકલ્યુ છે.

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કબરની પાસે એક બદ્દુનું આવવુ

ઈસ્મઈ (રહ.) કહે છે કે એક બદ્દુ કબર શરીફની સામે આવીને ઊભા થઈ ગયા અને કહ્યુ યા અલ્લાહ આ આપનાં મહબૂબ છે અને હું આપનો ગુલામ અને શૈતાન આપનો દુશ્મન. જો આપ મારી મગફિરત ફરમાવી દો, તો આપનાં મહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું દિલ ખુશ થઈ જાય આપનો ગુલામ કામયાબ થઈ જાય અને આપનાં દુશ્મનનું હૃદય ધ્રુજવા લાગે અને જો મગફિરત ન ફરમાવો, તો આપનાં મહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને રંજ થાય અને આપનાં દુશ્મન ખુશ થાય અને આપનો ગુલામ હલાક થઈ જાય.

યા અલ્લાહ અરબનાં કરીમ લોકોનો દસ્તૂર છે કે જ્યારે તેઓમાં કોઈ મોટો સરદાર મરી જાય, તો તેની કબર પર ગુલામોંને આઝાદ કર્યા કરે છે અને આ પાક હસ્તી પૂરા જહાનની સરદાર છે, તો તેની કબર પર મને આગથી આઝાદી અતા ફરમાવ.

ઈસ્મઈ (રહ.) કહે છે કે મેં તેને કહ્યુ કે હે અરબી માણસ અલ્લાહ જલ્લ શાનુહુએ તારા આ શ્રેષ્ઠ પ્રશ્ન પર (ઈન્શા અલ્લાહ) તારી જરૂર બખશિશ કરી દીઘી. (ફઝાઈલે હજ્જ, પેજ નં-૧૨૭)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...