સવાલ– રોઝાની હાલતમાં ઔરતોનાં માટે નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સક ની પાસે જવા માટે શું શરઈ હુકમ છે? શું અગર ડોક્ટર ઔરતની યોનિ (શરમગાહ) માં દવા દાખલ કરે, તો રોઝો ટૂટી જશે?
જવાબ- યોનિ (શરમગાહ) માં દવા અથવા કોઈપણ લીલી વસ્તુ દાખલ કરવાથી રોઝો ટૂટી જશે. અલબત્તા અગર તબીબી (તીબ્બી) તપાસનાં દૌરાન કોઈ સુકી વસ્તુ દાખલ કરવામાં આવે, તો રોઝો નહી ટૂટશે. પણ અગર કોઈ સુકી વસ્તુ યોનિ (શરમગાહ) માં દાખલ કરવામાં આવી અને તેને બહાર કાઢી લીઘા બાદ ફરીથી તેજ વસ્તુને દાખલ કરવામાં આવી, તો જ્યારે કે તેનાં પર તરી બાકી હતી, તો આ સૂરતમાં રોઝો ટૂટી જશે..
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
أو أدخل إصبعه اليابسة فيه أي دبره أو فرجها ولو مبتلة فسد (الدر المختار ۲/۳۹۷)
قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: ولو مبتلة فسد) لبقاء شيء من البلة في الداخل (رد المحتار ۲/۳۹۷)
ولو أدخل إصبعه في استه والمرأة في فرجها لا يفسد وهو المختار إلا إذا كانت مبتلة بالماء أو الدهن فحينئذ يفسد لوصول الماء أو الدهن (الفتاوى الهندية ۱/۲٠٤)
لو أدخلت الصائمة أصبعها في فرجها أو دبرها لا يفسد على المختار إلا أن تكون مبلولة بماء أو دهن (تبيين الحقائق ۱/۳۳٠)
قال الولوالجي رحمه الله: من أدخل إصبعه عند الاستنجاء في الدبر ينقض وضوءه ويفسد صومه لأن إصبعه لا يخلو عن البلة السائلة انتهى (حاشية الشلبي على تبيين الحقائق ۱/۸)
احسن الفتاوى ٤/٤۵٤
فتاوى محموديه ۱۵/۱۸۵
فتاوى رحيميه ۷/۲۵٦
بهشتي زيور۳/٦۹
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/10