સેકંડોમાં લાખો સવાબ

عن ابن عباس رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه و سلم: من قال: جزى الله عنا محمدا بما هو أهله أتعب سبعين كاتبا ألف صباح (الطبراني في الأوسط، الرقم: ٢٣٥)

હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.) હુઝુર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) નો ઈરશાદ નકલ કરે છે કે, “જે માણસ આ દુઆ પઢે, “جزى الله عنا محمدا بما هو أهله” ( અલ્લાહ તઆલા બદલો આપે મુહમંદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને અમારા તરફથી જે બદલાનાં તેવણ લાયક(હકદાર) છે. તો તેનો સવાબ સીત્તેર(૭૦) ફરીશ્તો ને એક હજાર દિવસ સુઘી મશક્કતમાં નાંખી દેશે.”

રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નાં દિલમાં પોતાની ઊમ્મતની મુહબ્બત

મવાહિબે લદુન્યા માં તફસીરે કુશૈરી થી નકલ કર્યુ છે કે કયામત નાં દિવસે કોઈ ઈમાનવાળાની નેકિઓ વજનમાં ઓછી થઈ જશે તો રસુલુલ્લલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એક પરચો(કાગળનો ટુકડો) આંગળીનાં પોરાની બરાબર કાઢી મીઝાન(વજન કાંટા)માં મુકી દેશે. જેના કારણે નેકિયોંનુ પલળુ વજનવાળુ થઈ જશે. તે ઈમાનવાળો કહેશે મારાં માં-બાપ તમારા પર કુર્બાન તમે કોણ છો?તમારો ચેહરો અને સ્વભાવ કેવો સારો (સરસ) છે. આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) ફરમાવશે, હું તારો નબી છું અને આ દુરૂદ શરીફ છે જે તમે મારા પર પઢ્યુ હતુ. મેં તારી જરૂરત નાં સમયે એને અદા કરી દીઘુ. (ફઝાઈલે દુરૂદ, પેજ નંઃ૧૫૦)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

Source: http://ihyaauddeen.co.za/?p=3854

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...