પોતાનાં આમાલ પર સંતુષ્ટ ન થવુ

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“મારા મિત્રો ! ઘણી સાવધાની રાખો પોતાની કોઈ હાલતને સારી સમજીને તેનાં પર અભિમાન ન કરો, હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ(રદિ.) નો ફરમાન છે કે જીવતો માણસ જોખમથી બાહર નથી, (જ્યાં સુઘી ઈમાન પર ખાતમો(મૃત્યુ) ન થાય ત્યાં સુઘી માણસ પોતાની હાલત પર સંતુષ્ટ નથી થઈ શકતો) પછી હઝરતે રડતા રડતા ફરમાવ્યુ ! જુઓ ! શયતાન દરેક સાથે લાગેલો છે, મારા માટે તમે બઘા દુઆ કરો, અલ્લાહ તઆલા મારો અંજામ સારી રીતે ફરમાવે.” (મલફૂઝાતે શૈખુલ હદીષ (રહ.), પેજ નં-૨૫)

Source: https://ihyaauddeen.co.za/?p=6265


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …