સામાનની કિંમત નક્કી (ફિક્સ) કર્યા વગર ખરીદ-વેચાણનો હુકમ

સવાલ: હું મારા દોસ્ત પાસે કંઈક ખરીદવા ગયો હતો. તેણે મને સામાન આપી દીધો અને મને કહ્યું કે પછી તે મારી સાથે કિંમત અંગે વાત કરશે. આ ખરીદ-વેચાણનો શરઈ હુકમ શું છે? જો આ ખરીદ-વેચાણ દુરુસ્ત નથી, તો તેને ઠીક કરવાનો શું તરીકો છે?

જવાબ: ખરીદ-વેચાણ સહી થવા માટે એક શરત એ છે કે ખરીદ-વેચાણ કરતી વખતે વેચાણ કરાતી ચીજ નક્કી (ફિક્સ) કરી દેવામાં આવે અને તેની કિંમત પણ આપસમાં રાજીખુશીથી પાક્કી કરીને ફિક્સ કરી લેવામાં આવે.

સૂરતે-મસલામાં, કેમ કે તમે બંનેએ વેચાણ કરાતી ચીજની કોઈ કિંમત નક્કી કરી નથી; એટલા માટે આ રીતની ખરીદ-વેચાણ “ફાસિદ ખરીદ-વેચાણ” કહેવાય છે. તમે બંનેએ એવું કરવું જોઈએ કે અગાઉના ખરીદ-વેચાણના સોદાને કેન્સલ કરીને ફરીથી નવો સોદો કરો અને આ વખતે કિંમતને આપસમાં નક્કી કરો.

ફકત અને અલ્લાહ તઅ઼ાલા જ સૌથી વધારે જાણનાર છે

(وفسد) بيع (ما سكت) أي وقع السكوت (فيه عن الثمن) كبيعه بقيمته (الدر المختار 5/60)

قال ابن عابدين – رحمه الله تعالى -: (قوله: ما سكت فيه عن الثمن) لأن مطلق البيع يقتضي المعاوضة فإذا سكت كان غرضه القيمة فكأنه باع بقيمته فيفسد ولا يبطل درر أي بخلاف ما إذا صرح بنفي الثمن كما قدمه قريبا (رد المحتار 5/60)

وأما شرائط الصحة فعامة وخاصة فالعامة لكل بيع ما هو شرط الانعقاد لأن ما لا ينعقد لم يصح ولا ينعكس فإن الفاسد عندنا منعقد نافذ إذا اتصل به القبض … ومنها أن يكون المبيع معلوما والثمن معلوما علما يمنع من المنازعة إلخ (الفتاوى الهندية 3/3)

દારુલ ઇફ્તા, મદ્રસા તાલીમુદ્દીન

ઇસપિંગો બીચ, ડરબન, દક્ષિણ આફ્રિકા

Check Also

કસ્ટમર પોતાનાં પૈસા કે ખરીદેલો સામાન ભૂલી જાય તો

સવાલ: હું એક દુકાનમાં કામ કરું છું. ક્યારેક એવું બને છે કે કોઈ કસ્ટમર પોતાના …