સવાલ: હું એક દુકાનમાં કામ કરું છું. ક્યારેક એવું બને છે કે કોઈ કસ્ટમર પોતાના પૈસા ભૂલી જાય છે અને ક્યારેક પોતાનો ખરીદેલો સામાન ભૂલી જાય છે. આવી હાલતમાં તેના પૈસા અને ખરીદેલા સામાન સાથે શું કરવું જોઈએ?
જવાબ: જો કોઈ વ્યક્તિ પોતાના પૈસા અથવા ખરીદેલો સામાન દુકાનમાં ભૂલી જાય, તો તેને તેના માટે સાચવીને અલગ મૂકી દેવામાં આવે. આ વસ્તુઓ દુકાનદાર પાસે અમાનતના હુકમમાં ગણાશે.
જ્યારે માલિક (ખરીદદાર) પોતાની ચીજવસ્તુઓ લેવા માટે પાછો આવે, તો તેને તેની ચીજવસ્તુઓ આપી દેવામાં આવે. અને જો માલિક પાછો ન આવે (અને તેની તલાશથી માયૂસી થઈ જાય), તો તેના પૈસા અથવા ખરીદેલો સામાન તેની તરફથી ગરીબોને સદકો કરી દેવામાં આવે.
ફકત અને અલ્લાહ તઅ઼ાલા જ સૌથી વધારે જાણનાર છે
فأما (النوع الثاني) وهو ما يعلم أن صاحبه يطلبه فمن يرفعه فعليه أن يحفظه ويعرفه ليوصله إلى صاحبه وبدأ الكتاب به ورواه عن إبراهيم قال في اللقطة يعرفها حولا فإن جاء صاحبها وإلا تصدق بها (المبسوط للسرخسي 11/3)
كتاب اللقطة قال اللقطة أمانة إذا أشهد الملتقط أنه يأخذها ليحفظها ويردها على صاحبها لأن الأخذ على هذا الوجه مأذون فيه شرعا بل هو الأفضل عند عامة العلماء وهو الواجب إذا خاف الضياع على ما قالوا وإذا كان كذلك لا تكون مضمونة عليه وكذلك إذا تصادقا أنه أخذها للمالك لأن تصادقهما حجة في حقهما فصار كالبينة ولو أقر أنه أخذها لنفسه يضمن بالإجماع لأنه أخذ مال غيره بغير إذنه وبغير إذن الشرع وإن لم يشهد الشهود عليه وقال الآخذ أخذته للمالك وكذبه المالك يضمن عند أبي حنيفة ومحمد رحمهما الله وقال أبو يوسف رحمه الله لا يضمن والقول قوله لأن الظاهر شاهد له لاختياره الحسبة دون المعصية ولهما أنه أقر بسبب الضمان وهو أخذ مال الغير وادعى ما يبرئه وهو الأخذ لمالكه وفيه وقع الشك فلا يبرأوما ذكر من الظاهر يعارضه مثله لأن الظاهر أن يكون المتصرف عاملا لنفسه ويكفيه في الإشهاد أن يقول من سمعتموه ينشد لقطة فدلوه علي واحدة كانت اللقطة أو أكثر لأنه اسم جنس (هداية 2/613)
દારુલ ઇફ્તા, મદ્રસા તાલીમુદ્દીન
ઇસપિંગો બીચ, ડરબન, દક્ષિણ આફ્રિકા
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી