ગુલામોને આઝાદ કરવા કરતાં અફઝલ

عن أبي بكر رضي الله عنه قال: الصلاة على النبي صلى الله عليه وسلم أمحق للخطايا من الماء للنار والسلام على النبي صلى الله عليه وسلم أفضل من عتق الرقاب وحبّ رسول الله صلى الله عليه وسلم أفضل من مهج الأنفس أو قال: من ضرب السيف في سبيل الله (رواه النميري وابن بشكوال موقوفا كما في القول البديع صـــ 263)

હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ ફર્માવે છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલવુ ગુનાઓને વધારે મિટાવે છે; આગને ઓલવનાર પાણી કરતાં પણ વધુ. અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર સલામ મોકલવુ એ ગુલામોને મુક્ત કરવા કરતાં વધુ ઉમદા છે અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પ્રેમ કરવો એ અલ્લાહના રસ્તામાં (જિહાદમાં) દુશ્મનને મારવા કરતાં વધુ ઉમદા છે.

દિવસ પર રાતની ફઝીલત

નુઝહતુલ-મજાલિસમાં એક અજીબ કિસ્સો લખેલો છે કે રાત અને દિવસમાં પરસ્પર ડિબેટ (મુનાજરો) થઈ કે આપણામાંથી કોણ અફઝલ (ઉત્તમ) છે.

દિવસે પોતાની અફઝલિયત માટે કહ્યું કે મારામાં ત્રણ ફર્ઝ નમાઝો છે અને તારામાં બે, અને મારામાં જુમા ના દિવસે એક ઘડી દુઆ કબૂલ થવાની છે જેમાં માણસ જે માંગે તે તેને મળે છે (આ સહીહ અને મશહૂર હદીસ છે.) અને મારા અંદર રમઝાનુલ-મુબારકના રોઝા રાખવામાં આવે છે, તુ લોકોના માટે સૂવાનો અને ગફલતનો ઝરિયો છે અને મારી સાથે જાગૃતી અને ચોકન્નાપન છે અને મારામાં હરકત છે અને હરકતમાં બરકત છે. અને મારામાં સુર્ય નિકળે છે જે આખી દુનિયાને રોશન કરી દે છે.

રાતે કહ્યું કે જો તુ પોતાના સુરજ પર ફખર કરે તો મારો સુરજ અલ્લાહ વાળાઓના દિલ છે. તહજ્જુદ વાળાઓ અને અલ્લાહની હિકમતોમાં ઘ્યાન કરવા વાળાઓના દિલ છે, તુ તે આશિકોની શરાબ સુઘી ક્યાં પહોંચી શકે જે એકાંતના સમયમાં મારી સાથે હોય છે. તુ મેરાજની રાતનો શું મુકાબલો કરી શકે. તુ અલ્લાહ તઆલાના પાક ઈર્શાદ નો શું જવાબ દેશે જે તેમણે પોતાના પાક રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને ફર્માવ્યું:

“وَمِنَ الَّیۡلِ فَتَهَجَّدۡ بِه نَافِلَۃً لَّکَ”

કે રાતના તહજ્જુદ પઢો જે નફલના તૌર પર છે તમારા માટે, અલ્લાહ તઆલાએ મને તારાથી પેહલા પેદા કરી. મારી અંદર શબે-કદ્ર છે જેમાં માલિકના નીખબર શું શું ઇનામો વરસે છે અલ્લાહ તઆલાનો પાક ઈર્શાદ છે કે તે દરેક રાતની છેલ્લી પહોરમાં આવી રીતે ઈર્શાદ ફરમાવે છે: કોઈ છે માંગવા વાળો જેને આપું, કોઈ છે તૌબા કરવા વાળો જેની તૌબા કબૂલ કરૂં. શું તને અલ્લાહના આ પાક ઈર્શાદની ખબર નથી:

“یٰۤاَیُّها الۡمُزَّمِّلُ ۙ﴿۱﴾‏‎قُمِ الَّیۡلَ اِلَّا قَلِیۡلًا ۙ﴿۲﴾‏”.

શું તને અલ્લાહના આ ઈર્શાદની ખબર નથી કે જેમાં અલ્લાહ તઆલાએ ઈર્શાદ ફરમાવ્યું:

“سُبۡحٰنَ الَّذِیۡۤ اَسۡرٰی بِعَبۡدِهٖ لَیۡلًا مِّنَ الۡمَسۡجِدِ الۡحَرَامِ اِلَی الۡمَسۡجِدِ الۡاَقۡصَا”

પાક છે તે ઝાત જે રાતના લઈ ગઈ પોતાના બંદાને મસ્જીદે-હરામથી મસ્જીદે-અકસા સુઘી. (ફઝાઈલે દુરૂદ-શરીફ, પેજ નં- ૧૯૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

એક હજાર દિવસ માટે સિત્તેર દૂતોનું ઈનામ લખવું

عن ابن عباس رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه و سلم من قال جزى الله عنا محمدا بما هو أهله أتعب سبعين كاتبا ألف صباح (الطبراني في الأوسط رقم ٢٣٥)

હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.) હુઝુર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) નો ઈરશાદ નકલ કરે છે કે, “જે માણસ આ દુઆ પઢે...