રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સાથે બીજા નબીયોને પણ દુરૂદ મોકલવુ

عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: خرج جبريل عليه السلام من عندي آنفا يخبرني عن ربه عز وجل: ما على الأرض مسلم صلى عليك واحدة إلا صليت عليه أنا وملائكتي عشرا فأكثروا علي من الصلاة يوم الجمعة وإذا صليتم علي فصلوا على المرسلين فإني رجل من المرسلين (فوائد أبي يعلى الصابوني كما في القول البديع صـ 250)

હઝરતે અનસ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુઃ “અત્યારેજ હઝરત જીબ્રઈલ (અલ.) મારી પાસેથી ગયા. તેવણ મને એ ખબર આપવા માટે આવ્યા હતા કે અલ્લાહ તઆલાએ ફરમાવ્યુ છે કે ઝમીન પર જે પણ મુસલમાન તમારા પર એક વખત દુરૂદ મોકલે છે, હું અને મારા ફરિશ્તાઓ તેના પર દસ વખત દુરૂદ મોકલીએ છીએ. (એટલે કે હું તેના પર દસ રહમતોં નાઝિલ કરૂ છું અને ફરિશ્તાઓ તેના માટે દસ વખત ઈસ્તિગફાર કરે છે), તેથી જુમ્આ (શુક્રવાર) નાં દિવસે મારાં ઉપર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલો અને જ્યારે મારા ઉપર દુરૂદ મોકલો, ત્યારે બીજા રસૂલો પર પણ દુરૂદ મોકલો, કેમ કે તમામ રસૂલો માંથી હું એક રસૂલ છું.”

આ હદીષે પાકમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હમોને તાલીમ આપી છે કે જ્યારે આપણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર દુરૂદ મોકલે, તો આપણે બીજા નબીયો પર પણ દુરૂદ મોકલે. જેથી જ્યારે આપણે દૂરૂદ શરીફ પઢીએ, તો અંતમાં આપણને જોઈએ કે “વ અલલ મુરસલીન” નો વઘારો કરી લીયા કરે. (આવી રીતે કરવા થી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સાથે બીજા નબીયોં પર પણ આપણા દુરૂદ પહોંચશે).

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ) અલયહિ વસલ્લમની ખબરગીરી માટે એક અંસારી મહિલાની બેચેની

ઉહદની લડાઈમાં મુસલમાનોને તકલીફ પણ ઘણી પહોંચી અને શહીદ પણ ઘણાં થયા. મદીના તય્યીબા માં આ ડરામણી ખબર પહોંચી તો મહીલાઓ પરેશાન થઈ હાલાત જાણવા માટે ઘરથી બહાર નીકળી પડી.

એક અંસારી મહીલાએ ભીડ ને જોઈ તો બેચેનીથી પુછ્યુ કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ કેમ છે? તે ભીડમાંથી કોઈકે કહ્યુ કે તમારા વાલીદ સાહબ નો ઈન્તેકાલ થઈ ગયો. એવણે ઈન્નાલિલ્લાહ વ ઈન્ના ઈલયહિ રાજીઊન પઢ્યુ અને પછી બેકરારીથી હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં હાલચાલ વિશે પૂછ્યુ.

એટલી વારમાં બીજા કોઈએ શોહર નાં ઈન્તેકાલ ની ખબર સંભળાવી તથા કોઈકે છોકરાની અને કોઈકે ભાઈની કે આ બઘાજ શહીદ થઈ ગયા હતા. તે છતા એવણે પૂછ્યુ કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ કેમ છે?

લોકોએ જવાબ આપ્યો કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ખૈરિયત થી છે, તશરીફ લાવી રહ્યા છે. તેનાંથી તસલ્લી ન થઈ તો કહેવા લાગી મને બતાવી દો ક્યાં છે? લોકોએ ઈશારો કરી બતાવ્યુ કે તે ભીડ માં છે. તેણી દોડતી દોડતી ગઈ અને પોતાની આંખોને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઝિયારત કરી ઠંડી કરીને કહ્યુઃ

كُلُّ مُصِيبَةٍ بَعْدَكَ جَلَلٌ

“યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ તમારી ઝિયારત થઈ જવા પછી દરેક મુસીબત હલકી અને મામૂલી છે.” (ફઝાઈલે આમાલ, પેજ નંઃ ૧૬૪)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=3993

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...