ઝકાતની તારીખથી પહેલાં સંપત્તિ પ્રાપ્ત થવી

સવાલ- અગર કોઈ વ્યક્તિને પોતાની ઝકાતની તારીખથી પહેલા કંઈક વધારાનો માલ મળી જાય, અને તે માલ તેની ઝકાતની તારીખ પર તેની પાસે બચે તો શું તે વઘારાનાં માલ પર પણ ઝકાત ફર્ઝ છે?

ઉદાહરણ તરીકે ઝૈદ સાહિબેનિસાબ (નિર્ધારિત અભ્યાસક્રમનો માલિક) છે, તેની ઝકાતની તારીખ રમઝાનુલ મુબારકની પેહલી તારીખ છે. રમઝાનુલ મુબારકની પેહલી તારીખથી અમૂક દિવસ પેહલા ઝૈદને દસ લાખ રૂપિયા વારસામાં મળ્યા, તો શું તે વધારાનાં દસ લાખ રૂપિયા પર પણ ઝકાત ફર્ઝ થશે?

જવાબ- હાં, ઝૈદનાં શીરે તે વધારાનાં દસ લાખ રૂપિયાની પણ ઝકાત ફર્ઝ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

والمستفاد ولو بهبة أو إرث وسط الحول يضم إلى نصاب من جنسه فيزكيه بحول الأصل (رد المحتار ۲/۲۸۸)

ومن كان له نصاب فاستفاد في أثناء الحول مالا من جنسه ضمه إلى ماله وزكاه المستفاد من نمائه أولا وبأي وجه استفاد ضمه سواء كان بميراث أو هبة أو غير ذلك (الفتاوى الهندية ۱/۱۷۵)

وأما المستفاد في أثناء الحول فيضم إلى مجانسه ويزكي بتمام الحول الأصلي سواء استفيد بتجارة أو ميراث أو غيره (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۷۱۵)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/32

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?