અપને આપ કો મિટાના ચાહિએ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહે એકવાર ફરમાવ્યું:

એક મોટા આલિમ અહીં આવ્યા અને મને તેમને થોડી નસીહત કરવા કહ્યું. મેં કહ્યું કે તમે પોતે આલિમ છો. હું તમને શું નસીહત કરી શકું?

તેમણે ફરી ઇસરાર (આગ્રહ) કર્યો. મેં કહ્યું: મને તો બસ એક જ સબક યાદ છે, હું તેનેજ રીપીટ કરી દવું.
તે આ કે, અપને કો મિટાના ચાહિએ. (મતલબ, હંમેશા પોતાની જાતને કંઈપણ ન સમજો અને તવાઝુ વાળી જીંદગી અપનાવો.)

આની તેમના પર એટલી અસર થઈ કે તે રડવા લાગ્યા. (મલફુઝાતે-હકીમુલ-ઉમ્મત, ભાગ: ૧૦, પૃષ્ઠ ક્રમાંક: ૩૩)

Check Also

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી …