દુરૂદ શરીફની બરકતથી કયામતનાં દિવસે શહીદોનો સાથ અને સંગત(સોબત)

عن أنس بن مالك قال: قال رسول الله صلى الله عليه وآله وسلم: من صلى علي صلاة واحدة صلى الله عليه عشرا ومن صلى علي عشرا صلى الله عليه مائة ومن صلى علي مائة كتب الله له بين عينيه براءة من النفاق وبراءة من النار وأسكنه الله يوم القيامة مع الشهداء (المعجم الصغير للطبراني، الرقم: ٨٩٩، وقال الهيثمي في  مجمع الزوائد (الرقم: ١٨٢٩٨): رواه الطبراني في الصغير والأوسط وفيه إبراهيم بن سالم بن شبل الهجيمي ولم أعرفه وبقية رجاله ثقات، وقال المنذري في الترغيب والترهيب (الرقم: 2560): وفي إسناده إبراهيم بن سالم بن شبل الهجعي لا أعرفه بجرح ولا عدالة)

હઝરત અનસ બિન માલિક(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ મારા ઉપર એક વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેના ઉપર દસ દુરૂદ મોકલે છે, અને જે મારા ઉપર દસ વખત દુરૂદ મોકલે છે અલ્લાહ તઆલા એના ઉપર સો વખત દુરૂદ મોકલે છે અને જે મારા ઉપર સો વખત દુરૂદ મોકલે છે અલ્લાહ તઆલા તેની આંખોનાં દરમિયાન નિફાક(પારસ્પરિક વેર કે વિરોધ) અને જહન્નમથી આઝાદી લખી દે છે અને તેને કયામતનાં દિવસે શહીદોની સંગાત અર્પણ કરવામાં આવશે.

સૂવા પહેલા દુરૂદશરીફ પઢવાનો નિયમ બનાવવો

શૈખ ઇબ્ને હજર મક્કી(રહ.) લખ્યુ છે કે એક નેક મર્દે નિયમ મુકર્રર(નિયુક્ત) કર્યો હતો કે દરેક રાત્રે સૂતા સમયે નિયમિત ગણતરી પ્રમાણે દૂરદ શરીફ પઢ્યા કરતા હતા. એક રાત્રે સપનાંમાં જોયુ કે જનાબે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એમની પાસે તશરીફ લાવ્યા અને તેમનું આખુ ઘર રોશન(ચમકીલું) થઈ ગયુ. આપે ફરમાવ્યુ તમારૂ મોઢું લાવો જેનાથી દુરૂદ પઢો છો જેને હું ચુંબન કરૂં. તે માણસે શરમનાં કારણે ગાલ સામે કરી દીઘાં. આપે તે ગાલ પર ચુંબન કર્યુ. ત્યારબાદ તેમની આંખ ખુલી ગઈ જેથી તેમનાં આખા ઘરમાં મુશ્કની ખૂશ્બુ બાકી રહી ગઈ.(ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૪)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4370

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...