સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું

عن أبي الدرداء رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي حين يصبح عشرا وحين يمسي عشرا أدركته شفاعتي يوم القيامة (رواه الطبراني بإسنادين وإسناد أحدهما جيد ورجاله وثقوا كذا في مجمع الزوائد، الرقم: ١٧٠٢٢)

હઝરત અબૂ દરદા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ મારા પર સવાર-સાંજ દસ દસ વખત દુરૂદ મોકલે છે, તે કયામત નાં દિવસે મારી શફાઅતનો હકદાર થશે.

પુલ સિરાત પર મદદ

હઝરત અબ્દુર્રહમાન બિન સમુરા(રદિ.) ફરમાવે છે કે એક વખત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઘરથી બાહર તશરીફ લાવ્યા અને ફરમાવ્યુ કે રાત્રે મેં એક અજીબ દ્દશ્ય જોયુ કે એક માણસ ઘણાં પરિશ્રમથી પુલ સિરાતનાં ઉપરથી પસાર થઈ રહ્યો છે ક્યારેક તો તે ઘસડીનેં ચાલી રહ્યો છે, ક્યારેક ઘુંટણનાં ઉપર ચાલી રહ્યો છે અને ક્યારેક કોઈક વસ્તુમાં અટકી જાય છે. એટલી વારમાં તે દુરૂદ(જે તે મારાં ઉપર પઢ્યા કરતો હતો) તેમની પાસે પહોચ્યું અને એમને ઉભા કરી દિઘા. ત્યાં સુઘી કે તે પુલ સિરાત પરથી પસાર થઈ ગયા.(ફઝાઈલે દુરૂદ)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4709, http://ihyaauddeen.co.za/?p=4742

Check Also

હઝરત રસુલુલ્લાહ સ.અ.વ.ની લઅનત

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم …