રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان أحب إلى رسول الله؟ قالت: أبو بكر

قيل: ثم من (كان أحب إلى رسول الله من أصحابه)؟ قالت: عمر

قيل: ثم من (كان أحب إلى رسول الله) ؟ قالت: ثم أبو عبيدة بن الجراح (سنن الترمذي، االرقم: ٣٦٥٧)

એકવાર હઝરત ‘આયશા રદ઼િયલ્લાહુ અન્હા ને પૂછવામાં આવ્યું કે સહાબા-એ-કિરામ માંથી કોણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના સૌથી વધારે પ્રિય હતુ? તેમણે જવાબ આપ્યો: અબૂ-બકર રદ઼િયલ્લાહુ અન્હુ.

પછી તેમને પૂછવામાં આવ્યું કે અબૂ-બકર રદ઼િયલ્લાહુ અન્હુ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને સૌથી વધારે પ્રિય વ્યક્તિ કોણ? તેમણે જવાબ આપ્યો: ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ.

પછી તેમને પૂછવામાં આવ્યું કે હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને સૌથી વધારે પ્રિય વ્યક્તિ કોણ? તેમણે જવાબ આપ્યો: અબૂ-‘ઉબૈદા બિન જર્રાહ્ રદ઼િયલ્લાહુ અન્હુ.

જંગે-ઉહુદ મેં હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હૂના દાંતોનું તૂટવુ

ઉહુદ ની લડાઈમાં જ્યારે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના મુબારક ચેહરા અથવા માથા-મુબારકમાં ખૌદ (લોખંડની ટોપી જે લડાઈમાં પેહરવામાં આવે છે) ના બે કડા ઘુસી ગયા હતા. તો હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ દોડીને આગળ વધ્યા અને બીજી બાજુથી હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુ દોડ્યા અને આગળ વધીને ખૌદના કડા દાંતથી ખેંચવાનુ શરૂ કર્યુ.

એક કડો કાઢ્યો જેના લીઘે હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુ નો એક દાંત ટૂટી ગયો. તેની પરવાહ કરવા વગર બીજો કડો ખેંચવા લાગ્યા જેના લીઘે બીજો દાંત પણ ટૂટી ગયો, પણ કડો કાઢી નાંખ્યો.

આ કડાઓ કાઢવાના કારણે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક જીસ્મમાંથી લોહી નીકળવા લાગ્યુ તો હઝરત અબૂ-સઇદ ખુદરી રદ઼િયલ્લાહુ અન્હુ ના વાલિદ-માજીદ માલિક બિન સિનાન રદ઼િયલ્લાહુ અન્હુ પોતાના હોઠોંથી તે લોહીને ચૂસી લીઘુ અને ગળી ગયા.

હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યુ કે “જેના લોહીમાં મારૂ લોહી ભળી ગયુ છે તેને જહન્નમની આગ ટચ ન કરી શકશે.” (ફઝાઈલે-આમાલ, હિકાયતે-સહાબા, પેજ નં- ૧૬૮)

Check Also

હઝરત અબૂ-‘ઉબૈદા રદ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતની ખુશખબરી

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇર્શાદ ફર્માવ્યું: أبو عبيدة في الجنة (أي: هو ممن بشّر …