નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમની મુબારક સીરત – ૧

આપ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમનું મુબારક નસબ

આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું નામ મુહમ્મદ હતું, તેમના વાલિદ સાહબનું (પિતાનું) નામ અબ્દુલ્લાહ અને વાલિદાનું (માતાનું) નામ આમિના હતું.

આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કુરૈશ ખાનદાનમાંથી હતા અને કબીલ-એ-બની હાશિમ કુરૈશનાં વિવિધ પરિવારોમાંનો એક પરિવાર હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આ જ કબીલા અને પરિવાર બની હાશિમમાંથી હતા.

સહીહ મુસ્લિમમાં વાસિલા બિન અલ-અસક’અ રદી અલ્લાહુ ત’આલા અન્હુ થી મરવી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે અલ્લાહ ત’આલાએ ઈસ્માઈલ ‘અલૈહિસ્સલામની ઓલાદ માંથી બની કિનાના ને પસંદ કર્યા અને બની કિનાનામાંથી કુરૈશને અને કુરૈશમાંથી બની હાશિમને અને બની હાશિમમાંથી મને પસંદ કર્યો.

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમનો પાકીઝા નસબ તમામ દુનિયા કરતાં વધુ ઉમદા અને પાક છે અને આ એવી વાત છે કે મક્કાના કાફિરો અને આપ સલ્લલ્લાહુ ‘અલયહિ વસલ્લમ ના દુશ્મનો પણ તેનો ઇન્કાર કરી શક્યા નથી.

(નસબ=પિતાની બાજુથી પારિવારિક સિલસિલો)