દીન માટે પોતાના જાન-માલનું કુર્બાન કરવું

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહિમહુલ્લાએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું:

દીનમાં જાન ની પણ કુર્બાની છે અને માલ ની પણ.

તો તબલીગમાં જાન ની કુરબાની આ છે કે અલ્લાહની ખાતર પોતાના વતન અને ઘરબાર ને છોડે અને અલ્લાહના કલિમા (લા-ઇલાહા ઇલ્લલ-લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ) ને ફેલાવે, દીન નો પ્રચાર કરે.

માલની કુરબાની આ છે કે તબલીગમાં જવાનો ખર્ચ પોતે ઉઠાવે અને જો કોઈ મજબૂરીના કારણે કોઈ સમયે જાતે જઈ ન શકે, તે ખુસૂસિયત થી તે સમયે બીજાને તબલીગમાં નીકળવાની તર્ગીબ આપે, બીજાને મોકલવાની કોશિશ કરે.

આ રીતે, “الدال على الخير كفاعله” (એટલે ​​કે જે ભલાઈ તરફ માર્ગદર્શન આપે છે તે ભલાઈ કરનાર જેવો છે) નાં લીધે, જેટલા ને પણ તે મોકલશે તે બધાની કોશિશ નો સવાબ તેને પણ મળશે, અને જો નિકળવા વાળાઓની માલ  થી મદદ પણ કરે તો માલ ની કુર્બાની નો પણ સવાબ મળશે. (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં-૩૬)

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …