જન્નત ની ખુશખબરી

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું:

عثمان في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧)

ઉસ્માન જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી).

મસ્જિદ હરામને વધારવા માટે જમીન ખરીદવું

એકવાર હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મક્કા મુકર્રમામાં એક માણસ પાસે ગયા અને તેને ફરમાવ્યું:

હે ફુલાં! શું તમે તમારું ઘર મને વેચશો; જેથી હું ખાના-એ-કાબાની આસપાસની મસ્જિદના ક્ષેત્રફળ વધારું અને આ નેક કામના બદલામાં હું તમને જન્નતમાં એક મહેલની ખાતરી આપું છું (એટલે ​​કે આ રકમ સિવાય જે તમને ઘર માટે આપવામાં આવશે, તમને જન્નતમાં એક મહેલ મળશે.)

એક માણસે જવાબ આપ્યો:

હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ! અલ્લાહની કસમ! મારી પાસે આ એક જ ઘર છે.જો હું તમને તે વેચી દઉં તો મારા અને મારા બાળકો માટે મક્કા મુકર્રમામાં કોઈ જગ્યા નહીં રહે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરીથી તે માણસને તેનું ઘર વેચવાની તર્ગીબ આપી અને તેને કહ્યું:

તમે જે વાત કરી તે છતાં તમે તમારું ઘર મને વેચી દો; જેથી હું ખાના-એ-કાબાની આસપાસ મસ્જિદનો વિસ્તાર વધારી શકું અને આ નેક કામના બદલામાં હું તમને જન્નતમાં એક મહેલની ખાતરી આપું છું.

તે માણસે જવાબ આપ્યો: અલ્લાહની કસમ! હું મારું ઘર વેચવા માંગતો નથી.

આ પછી જ્યારે આ વાતની જાણ હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ સુધી પહોંચી તો તેઓ એ વ્યક્તિ પાસે ગયા જે જાહિલીયતના સમયથી તેમનો દોસ્ત હતો અને તેને કહ્યું:

હે ફુલાં! મને ખબર મળી છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તમારું ઘર ખરીદવાનો ઈરાદો કર્યો હતો;જેથી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે કાબાની આજુબાજુ મસ્જિદનો વિસ્તાર વધારે અને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આ સારા કામના બદલામાં તમને જન્નતમાં એક મહેલની જમાનત (ગેરંટી) આપી હતી, પરંતુ તમે ના પાડી.

તે માણસે જવાબ આપ્યો: હા, મેં ના પાડી છે.

પછી હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ તેમને પોતાનું ઘર વેચવાની તર્ગીબ આપતા રહ્યા; જ્યાં સુધી તેઓ રાજી ન થઈ ગયા, તો હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુએ તેમને દસ હજાર દીનાર (સોનાના સિક્કા)માં તે ઘર ખરીદ્યી લીધું.

પછી હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની ખિદમત માં હાજર થયા અને કહ્યું:

હે અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ! મને જાણ થઈ કે તમે ફલાણાનું ઘર ખરીદવા માંગો છો; જેથી તમે કાબાની આસપાસ મસ્જિદનો વિસ્તાર વધારો અને તેના બદલામાં તે ઘરના માલિકને તમે જન્નતમાં મહેલની જમાનત (ગેરંટી) આપી હતી. હવે હું એ ઘરનો માલિક છું; કારણ કે મેં તે માલિક પાસેથી ખરીદ્યી લીધું છે, શું તમે કોઈ વળતર વિના (મફત) મારી પાસેથી આ ઘર સ્વીકારશો અને મને જન્નતમાં એક મહેલની જમાનત (ગેરંટી) આપશો?

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: હા.

તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ પાસેથી તે ઘર કબૂલ કર્યું અને તેમને જન્નતમાં એક મહેલની બાંયધરી આપી અને સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમને આના પર ગવાહ (સાક્ષી) બનાવ્યા.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …