હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ ની શહાદતની પેશીન-ગોઇ

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહી વસલ્લમે એક ખાસ ફિતનાહનો ઉલ્લેખ કર્યો અને હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું:

يقتل هذا فيها مظلوما لعثمان (سنن الترمذي، الرقم: ٣٧٠٨)

આ વ્યક્તિની આ ફિતનામાં નિર્દોષ (કોઈ પણ ગુના વગર) હત્યા કરવામાં આવશે.

(પેશીન-ગોઇ = પહેલા થી કોઈ ઘટનાનું બયાન કરવું)

હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ ના દિલમાં આખિરત નો ડર અને ખૌફ

હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુના આઝાદ કર્દા (આઝાદ કરેલા) ગુલામ હઝરત હાની રહીમહુલ્લાહ કહે છે:

જ્યારે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ કોઈ કબર પાસે ઉભા રહેતા ત્યારે તેઓ એટલા રડતા કે તેમની દાઢી તેમના આંસુઓથી ભીની થઈ જતી.

કોઈએ તેમને પૂછ્યું કે જ્યારે તમે જન્નત અને જહન્નમ ને યાદ કરો છો અને તેમના વિશે વાત કરો છો ત્યારે તમારા પર આટલી બધી અસર નથી થતી કે તમે રડવા માંડો અને જ્યારે તમે કોઈ કબર પાસે ઊભા થાવ છો, ત્યારે તમારા પર ખૌફ એટલો હાવી થઇ છે કે તમે ખૂબ રડો છો, આનું કારણ શું છે?

હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું: કબર આખિરત ની મંજિલો માં થી પહેલી મંજિલ છે. જો કોઈ આ મંજિલથી પસાર થઈને નજાત મેળવી લે, તો ઉમ્મીદ છે કે આવનારી મંજિલો આસાન હશે અને જો કોઈ આ મંજિલ થી નજાત ન હાસિલ કરી શકે, તો તેના માટે આવનારી મંજિલો વધુ મુશ્કેલ અને કઠિન હશે.

Check Also

હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખજાનચી

كان رسول الله صلى الله عليه وسلم إذا تلقى مالا للمسلمين، أودعه عند سيدنا بلال …